ETV Bharat / state

બાયડમાં અસમાજીક તત્વોને મોકળુ મેદાન, ધોળા દિવસે 3.50 લાખની લૂંટ - ગુનાખોરી

અરવલ્લીઃ બાયડમાં અસામાજિક તત્વોને મોકળુ મેદાન મળ્યુ છે. સોમવારે લૂંટની ઉપરાછાપરી બે ઘટનાઓ બની હતી. ATMમાંથી 32 લાખની ચોરી કરી ગયા હતાં. પોલીસ ચોરીની ઘટનાની કોઈ કડી મેળવી શકે એ પહેલા જ લૂંટની ઘટના બની હતી. જો કે, આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુ સાડા ત્રણ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી છે.

બાયડમાં અસમાજીક તત્ત્વોને મોકળુ મેદાન, ધોળા દિવસે 3.50 લાખની લૂંટ
author img

By

Published : Jul 30, 2019, 6:19 PM IST

Updated : Jul 30, 2019, 8:42 PM IST

રવિવારે મોડી રાત્રે બાયડમાં નંદનવન શોપિંગ સેન્ટરના ATMને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. તસ્કરો 32 લાખ રોકડ રકમ ભરેલુ આખુ કેશબોક્ષ ઉઠાવી ગયા હતાં. આ ઘટનામાં પોલીસ કોઈક કડી સુધી પહોંચી શકે એ પહેલા લૂંટની ઘટના સર્જાય હતી. સોમવારે સાંજે બાયડના શ્રીજી દાદા કોમ્પલેક્ષની સામે આવેલી જે.કે આંગડિયા પેઢીમાં માત્ર એક જ લુંટારુએ લૂંટ ચલાવી હતી.

બાયડમાં અસમાજીક તત્ત્વોને મોકળુ મેદાન, ધોળા દિવસે 3.50 લાખની લૂંટ

પેઢીની ઑફીસમાં ઘુસી ગયેલા ઈસમે સોમાભાઈ પટેલ નામના કર્મચારી પર હુમલો કર્યો હતો. તેણે સોમાભાઈને બોથડ પદાર્થ મારી અંદાજીત સાડા ત્રણ લાખ રોકડા રુપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. લૂંટારુના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા કર્મચારીએ બુમાબુમ કરી હતી. જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ઈજાગ્રસ્ત સોમાભાઈને વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમની હાલત વધારે ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

બાયડમાં જાણે પોલીસનો ખૌફ જ ન હોય તેમ ધોળા દિવસે ચોરી-લૂંટ જેવી ઘટનાઓ બની રહી છે. જેના કારણે લોકોમાં તેમજ ખાસ કરીને વ્યાપારીઓમાં ડર પેદા થયો છે. પોલીસે પેટ્રોલીંગ વધુ સઘન કરી ગુનાઓ પર અંકુશ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. તેવી લાગણી અને માગણી પ્રવર્તી રહી છે.

Intro:બાયડ બજારમાં જે.કે આંગડિયા પેઢીની ઓફિસમાં કર્મચારી પર હુમલો કરી ૩.૫૦ લાખની લૂંટ

બાયડ – અરવલ્લી

બાયડમાં એસ.બી.આઈ ના એટીએમ માંથી ૩૨ લાખની લૂંટ સોમવારે પોલીસ પ્રાથમિક તપાસ કરી રહી હતી ત્યાંજ વળી સોમવારે સાંજના 4 વાગ્યાના આસપાસ બાયડના શ્રીજી દાદા કોમ્પલેક્ષની સામે આવેલ જે.કે આંગડીયા પેઢીની ઓફીસમાં લૂંટ ની ઘટના બનતા સનસનાટી મચી હતી .

Body:ધોળા દાહડે થયેલ લૂંટના કારણે વ્યાપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મળતી માહિતી અનુસાર પેઢીમાં એક લબરમૂછીયા ઘુસી અંદરથી દરવાજા બંધ કરી પેઢીના કર્મચારી સોમાભાઇ મણાભાઇ પટેલ ઉપર બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી અંદાજીત 3.5 લાખ જેટલી માતબર રકમ ઉઠાવી ફરાર થઇ ગયો હતો.

તીક્ષ્ણ હથિયારના ઘા લૂંટારૂઓએ ઝીંકતા ફસડાઈ પડેલ કર્મચારીએ બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવી લોહીલુહાણ હાલતમાં કર્મચારીને ઓફિસમાંથી નીચે ઉતારી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલસ મારફતે તાબડતોડ વાત્રક હોસ્પિટલ ખસેડાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓના પગલે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા કર્મચારીની સ્થિતિ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

વિઝયુઅલ – સ્પોટ
Conclusion:
Last Updated : Jul 30, 2019, 8:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.