ETV Bharat / state

"ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરો": આદિવાસે સમાજે મામલતદારને આપ્યું આવેદન - Remove from the job

આદિવાસી તરીકેના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને નોકરીમાંથી દૂર કરવાની માગણી સાથે આદિવાસી સંગઠનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યાં છે. ગુજરાત આદિવાસી યુવા એકતા પરિષદના પ્રમુખ રાજેન્દ્ર પારઘી સહિત આદિવાસી સમાજના અગ્રણીઓએ ભિલોડા મામલતદારને આ અંગે આવેદનપત્ર આપી ખોટા પ્રમાણપત્ર રદ્દ કરવા અને ખોટા પ્રમાણપત્રો લેનારા તથા આપનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.

Aravalli
આદિવાસી પ્રમાણપત્રો
author img

By

Published : Feb 1, 2020, 8:25 PM IST

ગાંધીનગર: આદિવાસી તરીકેના ખોટા પ્રમાણપત્રો મેળવી નોકરી કરનારાને નોકરીમાંથી દૂર કરવાની માગણી સાથે આદિવાસી સંગઠનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગત 23 જાન્યુઆરીથી આંદોલન કરી રહ્યાં છે. 29 એક્ટોબર 1956ના પ્રેસિડેન્શિયલ ઓર્ડરથી ગીર, બરડો અને આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમનો OBCમાં સમાવેશ કરવા ભારત સરકારને દરખાસ્ત કરવી અને ગુજરાત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલા ગેર-બંધારણીય તમામ ઠરાવો અને પરિપત્રો રદ કરવામાં આવે તેવી માગ કરી હતી.

આદિવાસે સમાજે મામલતદારને આપ્યું આવેદન

Intro:ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવાની માંગ સાથે આદિવાસી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યુ

મોડાસા – અરવલ્લી

૨૩ ફેબ્રુઆરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને દૂર કરવાની માંગણી સાથે આદિવાસી સંગઠનો આંદોલન કરી રહ્યા છે. ગુજરાત આદિવાસી યુવા એકતા પરિસદના પ્રમુખ રાજેન્દ્ર પારઘી સહીત આદિવાસી સમાજના અગ્રણીઓએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી ખોટા પ્રમાણપત્ર રદ્દ કરવા અને લેનાર તથા આપનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Body:આ ઉપરાંત ૨૯-૧૦-૧૯૫૬ના પ્રેસિડેન્સિયલ ઓર્ડરથી ગીર, બરડો અને આલેચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમને ઓ.બી.સીમાં સમાવેશ કરવા ભારત સરકારમાં દરખાસ્ત કરવી અને ગુજરાત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલ ગેરબંધારણીય તમામ ઠરાવો, પરિપત્રો મૂળ અસરથી રદ કરવામાં આવેની માંગ કરી હતી .

Conclusion:વધુમાં તાજેતરમાં એલ.આર.ડી ભરતીમાં પણ આદીવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો રજુ કર્યા આવ્યા હોવાના આક્ષેપ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ સમગ્ર મામલે સાચા આદિવાસી અધિકાર બચાવો સમિતિ અને ગુજરાત આદિવાસી એકતા પરિષદ દ્રારા રોષ ઠાલવવામાં આવ્યો હતો.

બાઈટ : રાજેન્દ્ર પારધી પ્રમુખ ગુજરાત આદિવાસી યુવા એકતા પરિસદ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.