કચ્છી પટેલ સમાજના સંત શામજીદાદાના બ્રહ્મલીન થવાથી તેમના સ્મરણાંજલિ તેમજ ભાવાંજલિનો કાર્યક્રમ અરવલ્લીના વડાગામ ખાતે સતપંથ સનાતન સમાજ દ્વારા યોજાવામાં આવ્યો હતો. જેમાં તેમના પરિવારજનો સહિત સમાજના લોકો સહિત સતપંથના આચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ, સ્વામિનારાયણ ઝૂંડાલના પરષોત્તમ દાસજી મહારાજ, મહામંડલેશ્વર મહારાષ્ટ્રના જનાર્દન મહારાજ સહિત અનેક સાધુ-સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બ્રહ્મલીન થયેલા શામજીદાદાના સ્મરણાર્થે પરિવારજનો તેમજ સમાજના લોકોએ પાંચ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર તેમજ તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો. જેની શરૂઆત સાધુ-સંતોએ વૃક્ષારોપણ સાથે કરી હતી. કચ્છી પટેલ સમાજના સંત શામજીદાદા દ્વારા સમાજને આગળ લાવવા તેમજ લોકોના સત્યનો માર્ગ બતાવવા સહિતના અનેક કાર્યો કરીને સમાજના લોકોના હ્રદયમાં વસ્યા હતા. તેમના બ્રહ્મલીન થવાથી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. જેને લઇને તેમને શબ્દાંજલિ તેમજ ભવાંજલિનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કચ્છી પટેલ સમાજના આગેવાનો સહિત મોડાસાના પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.