- મોડાસાના કૃષ્ણપૂરાકંપા ગામ માંથી અજગરનું કરાયું રેસ્ક્યૂ
- અજગરની લંબાઈ આશરે 7 ફૂટ આસપાસ હતી
- વન વિભાગે રેસ્ક્યૂ કરી અજગરને જંગલમાં છોડ્યો
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના કૃષ્ણપૂરાકંપા ગામમાં એક ખેતરમાં અજગર જોવા મળતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે તાલુકાના વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના પ્રદીપ અને વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ રવિ રાઠોડ, મૌલીક પરમાર દ્વારા અજગરને સુરક્ષિત પકડવામાં આવ્યો હતો.
આ અજગર અંગ્રેજીમાં “ઇન્ડિયન રોક પાયથોન” તરીકે ઓળખાય છે
આ અજગરની લંબાઈ આશરે 7 ફૂટ આસપાસ હતી. આ અજગર અંગ્રેજીમાં “ઇન્ડિયન રોક પાયથોન” તરીકે ઓળખાય છે. આનું શાસ્ત્રીય નામ (પાયથોન મોલુરસ)છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ અજગર બિલકુલ બિનઝેરી હોય છે. વન વિભગે અજગરનું રેસ્ક્યૂં કરી જંગલમાં છોડી મુક્યો હતો.