અરવલ્લીઃ જિલ્લામાં ચાલુ વર્ષે હજુ ખેતી લાયક વરસાદ થયો નથી. જેથી ખેડૂતો ચીંતામાં મુકાયા છે. ઓછા વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ થયો છે. ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે મેઘરાજાનું આગમન થતા ખેડૂતોને આશિંક રાહત મળી હતી. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં શુક્રવારના રોજ વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજીમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લગભગ એક અઠવાડીયાના વિરામ બાદ વરસાદ થતા મુરજાતા ખેતીપાકને જીવનદાન મળ્યું હતું. જેથી ખેડૂતોમાં આંશિક રાહત થઇ છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સમગ્ર ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી નોંધપાત્ર વરસાદ થતા મગફળી જેવા પાકને રોગ થયો છે.