- કોરોના વેક્સિનનું સંશોધન અંતિમ તબક્કામાં
- અરવલ્લીમાં કોરોના વેક્સિન રસીકરણ માટે તૈયારીઓ શરૂ
- સરકારી આરોગ્ય સંસ્થાઓના કર્મચારીઓને રસીકરણ માટે પ્રાધાન્ય
અરવલ્લી : દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા વેક્સિન ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાની છે. રસીકરણ માટે અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. વેક્સિન ઉપલબ્ધ થયેથી હેલ્થ કેર સર્વિસ પ્રોવાઇડર અને ખાનગી તેમજ સરકારી આરોગ્ય સંસ્થાઓના કર્મચારીઓને રસીકરણ માટે પ્રાધાન્ય આપવામાં આવશે.
અરવલ્લી જિલ્લામાં કોરોના વેક્સિન રસીકરણ માટે તૈયારીઓ શરૂ હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો કોરોના વેક્સિનેશન અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વે હાલ જિલ્લામાં ચાલી રહ્યો છે. જેમાં તમામ વસતીના સર્વે દરમિયાન 50 થી વધુ ઉંમર તથા 50 થી ઓછી ઉંમરના ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
પ્રાધ્યાનતા પ્રમાણે ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો
જિલ્લામાં હેલ્થ કેર સર્વિસ પ્રોવાઇડરની શ્રીણીમાં સરકારી આરોગ્ય સંસ્થામાં 5722 તેમજ ખાનગી 3104નો ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે. જેની ચકાસણી બાદ કોવિડ ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે, તથા પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર્સને રસી આપવામાં આવશે. ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 50 થી વધુ ઉંમરના કુલ 4012 અને 50 થી ઓછી ઉંમરના વર્કર 24403 આમ કુલ વ્યક્તિઓને રસી આપવામાં આવશે.