અરવલ્લીઃ જિલ્લાના માલપુરના ગોવિંદપુરા પાસે પોલીસકર્મીની કારને અકસ્માત નડ્યો હતો. ઘટના સ્થળ પર હાજર લોકોનું માનીએ તો આ પોલીસ કોન્સ્ટેબલ નશામાં ધૂત થઇ જીપ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ જવાનનું નામ કાળુભાઇ હોવાનું સામે આવ્યું છે. જે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે. ગોવિંદપુરા પાસેથી પોલીસ કર્મી બોલેરો જીપ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતા. આકસ્માતના કારણે જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.