- 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ફ્લેગ માર્ચ યોજાઇ
- મોટી સંખ્યામાં પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો જોડાયાં
અરવલ્લી : જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ફ્લેગ માર્ચ યોજવામા આવી હતી. જિલ્લાના મોડાસા,બાયડ , માલપુર, ભિલોડા, ધનસુરા અને મેઘરજમાં ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં ચૂંટણી સંદર્ભે ફલેગ માર્ચ યોજાઈ હતી. મોડાસા ચાર રસ્તાથી ફ્લેગ માર્ચનું પ્રસ્થાન થયુ હતું. ગામતળ વિસ્તારમાં થઇને ચાર રસ્તા ખાતે સપાપન કરવામાં આવ્યું હતું. જેમાં DYSP વિશાલ રબારી, ટાઉન PI સી. પી. વાઘેલા તેમજ મોટી સંખ્યામાં પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો જોડાયાં હતાં.
અરવલ્લી જિલ્લામાં ચાલી રહ્યો છે ચૂંટણીનો ધમધમાટ
અરવલ્લી જિલ્લામાં હાલ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. રાજકીય પક્ષો સભા ગજવી રહ્યાં છે. ચૂંટણીને માત્ર હવે એક સપ્તાહ બાકી છે, ત્યારે રાજકીય પક્ષોના કદાવાર નેતાઓ ગામડાઓ અને નગરો ખૂંદી લોકોને મત આપવા રિઝવી રહ્યાં છે. આગામી 28 ફેબ્રુઆરી, 2021ના રોજ અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 બેઠક, 6 તાલુકા પંચાયની 128, મોડાસા 9 અને બાયડ નગરપાલિકાના 6 વૉર્ડમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે.