અરવલ્લી: બાયડ રોડ પર યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો (youth hand was amputated in Aravalli) કરાયો હોવાની ઘટના સામે આવી છે. દિવાળીની રાતે જ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. પૈસાની લેતીદેતી મામલે યુવાન પર હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 2500 રૂપિયાની ઉઘરાણીમાં યુવાન પર હુમલો કરી તેનો હાથ કાપી નાખવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. (Aravalli Bayad Road Attack)
રક્તરંજીત ઘટના દિવાળીની રાત્રે અનેક જગ્યાએ રક્તરંજીત (Attack in Aravalli) ઘટનાઓ સામે આવી છે, ત્યારે અરવલ્લીના બાયડ રોડ પર પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. દિવાળીની મોડી રાત્રે આરોપી અને ઇજાગ્રસ્ત યુવક વચ્ચે પૈસાની લેતીદેતી મામલે બબાલ થઈ હતી. જે દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર હુમલો કર્યો હતો. હાલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (youth hand amputated on Bayad Road)
પૈસાની લેતીદેતીમાં યુવક પર હુમલો મળતી માહિતી અનુસાર શૈલેષ બારોટ નામના (hand amputated on Bayad Road) શખ્સે પૈસાની લેતીદેતીમાં યુવક પર હુમલો કર્યો હતો. માત્ર 2500ની ઉઘરાણીની બાબતમાં યુવકનો હાથ કાપી નાખવામાં આવ્યો છે. ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાયો છે. જે બાદ બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. Attack on youth in Aravalli, attack in aravalli bayad road