ચાર દિવસે પાણી આપવાના નિર્ણયથી લોકોને પૂરતું પાણી ન મળતું હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ ગ્રામજનોએ માંગ કરી છે, જેનાથી લોકોને પૂરતું પાણી મળી શકે. આ બાબતે મેઘરજ નગરના સરપંચનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, મેઘરજમાં હાલ જે પાણી આપવાની વ્યવસ્થા છે તેમાં વારીગૃહ આવેલા બોર તેમજ કુવાના સ્તર બિલકુલ નીચા ગયા છે અને જો વરસાદ વધુ ખેંચાય અને પાણીની અછત ઉભી ના થાય તે પરિસ્થિતી પંચાયત દ્વારા પાણી ચાર દિવસે આપવાનો નિર્ણય કરાયો છે.
ચાર દિવસે પાણી આપવાનો નિર્ણય તો કર્યો પણ પાણી પૂરતું ન આવતા, ગ્રામજનોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે.