ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા સુચવેલ દિશા મુજબ અરવલ્લી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના 308 તલાટીઓએ પહેલી ડિસેમ્બરથી ઓનલાઇન હાજરી પુરવાના વિરોધમાં રેવન્યુ કામગીરી બંધ કરી દીધી છે. કામગીરી બંધ કરી દેવાથી ખેડૂતોને પાક વીમા માટે લેવાના પાણીપત્રક મેળવવામાં મુશ્કેલીઓ તેમજ રેવન્યુ વસુલાત ઉપર માઠી અસર પડી શકે છે. આ ઉપરાંત લોકોને પેઢીનામું મેળવવામાં તકલીફ અને ગ્રામજનોને પંચાયતમાંથી લેવા પડતા વિવિધ દાખલાઓ મેળવવામાં મુશ્કેલી સહિતના અન્ય વિજ્ઞાનો પેદા થઈ રહ્યા છે. જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવા ઘાટ થયા છે.
અરવલ્લી જિલ્લા અને ગાંધીનગર જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના 1439 તલાટીઓએ રેવન્યુ કામગીરીનો બહિષ્કાર કર્યો. જેમા મહેસાણા 178, બનાસકાંઠાના 421, પાટણના 199, સાબરકાંઠાના 181, અરવલ્લીના 308 અને ગાંધીનગરના 152 મળી કુલ્લ 1439 તલાટીઓને આ કામગીરી બંધ કરી દીધી હતી.