મોડાસા તાલુકાના બામણવાડા ગામમાં ગત ૧૬ મેના રોજ અનુસૂચિત જાતિના યુવક ચિરાગ પરમારનો વરઘોડો નીકળ્યો હતો . જે બાબતે ગામના કેટલાક અસામાજીક તત્વો અને આર્મીમાં સેવા આપી રહેલ 3 જવાનોએ વરરાજાના પિતરાઇભાઇ રાકેશ પરમારને ફોન કરી ગામના તળાવ નજીક બોલાવી લાકડી વડે માર માર્યો હતો.
ત્યારબાદ પરિવારજનોએ સારવાર અર્થે તેને દવાખાને ખસેડાયો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ આરોપીઓની અટકાયત કરી હતી.
આ ઘટના બાદ ગામના કેટલાક લોકો મૃતક યુવાનને ધાકધમકીઓ આપતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે .જે તે સમયે 6 વ્યક્તિઓના નામ જોગ સહિત 15 લોકોના ટોળા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે યુવકે જીવન ટૂંકાવતા મામલો વધુ બીચક્યો છે અને યોગ્ય તપાસ કરવાની માગ કરવામાં આવી છે.