ETV Bharat / state

અરવલ્લીમાં ઉચ્ચ અધિકારીઓએ કોરોનાની રસી લીધી

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સૂચના મુજબ બીજા તબક્કાની કોરોના વેક્સિનેશનની શરૂઆત રવિવારથી કરવામાં આવી છે, તે અન્વયે અરવલ્લી જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ, ડી.એસ.પી ,ચૂંટણી કમિશ્નર અને પોલીસ અધિકારીઓએ કોરોનાની રસી લીધી હતી.

અરવલ્લીમાં ઉચ્ચ અધિકારીઓએ કોરોનાની રસી લીધી
અરવલ્લીમાં ઉચ્ચ અધિકારીઓએ કોરોનાની રસી લીધી
author img

By

Published : Jan 31, 2021, 7:24 PM IST

  • કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાનો રવિવારથી થયો પ્રારંભ
  • અરવલ્લીમાં ઉચ્ચ અધિકારીઓએ કોરોનાની રસી લીધી
  • અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં 5500 ઉપરાંત કોરોના હેલ્થ કેર વર્કર્સને કોરોના રસી અપાઈ

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના પી.એચ.સી સેન્ટર ખાતે રવિવારના રોજ કોરોના વોરીયર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, ડી.ડી.ઓ ડો. અનીલ ધામેલીયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કોરોનાની રસી લીધી હતી. ત્રણેય અધિકારીઓ કોરોના રસી લીધા બાદ સુરક્ષીત છે. તેવો અભિપ્રાય આપી લોકોને અફવાઓથી દુર રહી જ્યારે પણ વારો આવે ત્યારે રસી અચુક લેવી જોઇએ તેવુ આહવાન કર્યુ હતું. નોંધનીય છે કે, અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં 5500 ઉપરાંત કોરોના હેલ્થ કેર વર્કર્સને કોરોના રસી આપી દેવામાં આવી છે, જેમાં કોઇને આડઅસર થઇ હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ નથી.

અરવલ્લીમાં ઉચ્ચ અધિકારીઓએ કોરોનાની રસી લીધી
અરવલ્લીમાં ઉચ્ચ અધિકારીઓએ કોરોનાની રસી લીધી

વેક્સિનેશન દરમિયાન રસી લેવાની કલેકટરે કરી અપીલ

રસી લીધા બાદ કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, વેક્સિન સુરક્ષીત છે, તેની આડઅસર નથી અને તેઓ સંપૂર્ણ રીતે તંદુરસ્ત અનુભવી રહ્યા છે. રસીથી ડરવાની કે ગભરાવવાની કોઈપણ જરૂર નથી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવું. આ ઉપરાંત બધાએ વેક્સિનેશન દરમિયાન રસી લેવાની અપીલ પણ કરી હતી.

આ વેક્સિન સુરક્ષિત છેઃ ડી.ડી.ઓ

ડી.ડી.ઓ ડૉ. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, વેક્સિનેશનના શરૂઆતના પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર્સને રસી આપવામાં આવી હતી અને બીજા તબક્કામાં ફ્રંટલાઈન વોરીયર્સને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વેક્સિન સુરક્ષિત છે, જેની કોઈ આડઅસર થઈ નથી. જ્યારે વેક્સિન લેવાનો ત્રીજો તબક્કો આવે ત્યારે જેનો ક્રમ આવે તે દરેકે અવશ્ય રસી લેવી જોઈએ, જેથી આપણે પણ સુરક્ષિત રહીએ અને આપણા સમાજ અને આસપાસના લોકોને પણ સુરક્ષિત રાખી શકીએ.

રસી લઈને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

જિલ્લા પોલીસ અધિકારી સંજય ખરાતે જણાવ્યું કે, આજે અમે રસી લીધી હતી, આજથી કોરોના રસીકરણ ટ્રાયલની શરૂઆત થઈ છે, અરવલ્લી જિલ્લાના પોલીસ કર્મચારીઓ અમારી સાથે કોરોના મહામારી સાથે સંકળાયેલા છે. તે લોકોએ પણ આજ રોજ રસી લઈને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.