- મંદિરના પ્રવેશદ્વારો પર પોસ્ટર મુકવામાં આવ્યા
- 19 માર્ચથી હુકમનો કરવામાં આવ્યો અમલ
- વૈકલ્પિક વસ્ત્રોની વ્યવસ્થા ઊભી કરાઈ
આ પણ વાંચોઃ કોરોનાને કારણે મંદિરોમાં પ્રસાદી પર પ્રતિબંધ, ભાંગ વેચતી લારીઓના વેચાણમાં પણ ઘટાડો
અરવલ્લીઃ અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બરમુડા અથવા તો ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર આવવા પર દર્શનાર્થીઓ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પુરુષો માટે ધોતી તથા પિતાંબર જેવી વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. મહિલાઓ માટે પણ લેંઘા જેવા લાંબા વસ્ત્રોની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ છે. ભગવાન શામળીયાના દર્શન કરવા માટે આવતાં યાત્રિકો માટે આ નિયમ 19થી માર્ચ અમલી કરવામાં આવ્યો છે.
ટૂંકા વસ્ત્રો બાબતે અન્ય રાજ્યોમાં પણ વિવાદ
ઓફિસના સમયગાળા દરમિયાન કેઝ્યૂઅલ ડ્રેસિંગના વધતા જતા પ્રસંગોથી ચિંતિત, હિમાચલ પ્રદેશ સરકારે તમામ સરકારી કર્મચારીઓને સૂચન કર્યું છે કે, કમર્ચારીઓ ઓપચારિક વસ્ત્ર પહેરે અથવા શિસ્તની કાર્યવાહીનો સામનો કરે. હિમાચલના મુખ્ય સચિવ વી. સી. ફારખાએ થોડા સમય પહેલાં તમામ સરકારી વિભાગોને કર્મચારીઓ યોગ્ય રીતે પોશાક પહેર્યા છે. તેની ખાતરી કરવા જણાવ્યું છે. નોંધનીય છે કે એક જુનિયર મહિલા એન્જિનિયરને જીન્સ અને ચેક શર્ટમાં કોર્ટમાં હાજર થતા હાઈકોર્ટે ઠપકો આપ્યો હતો.