અરવલ્લીઃ જિલ્લામાં 21 માર્ચના રોજ દિલ્હીથી નિઝામુદ્દીન ટ્રેન મારફતે અરવલ્લીના કેટલાક પેસેન્જરો આવ્યા હતા. તેઓને આરોગ્ય વિભાગ દ્વારા કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે અને હજુ આગામી 4 એપ્રિલ સુધી નિઝામુદ્દીન ટ્રેનમાં આવેલા મોડાસા તાલુકાના એક ગામના 7 વ્યક્તિઓને કોરોન્ટાઈન રાખવામાં આવશે. જો કે, આ લીસ્ટમાં અરવલ્લી જિલ્લાના બે પેસેન્જર પણ છે.
જેમાણે મુસાફરી કરી જ નથી છતાં તેમનાનામ નિઝામુદ્દીનના પેસેન્જર લીસ્ટમાં છે. જે રેલવેમાં દલાલો મારફતે ગમે તેના નામે ટીકીટ બનતી હોવાની ચાડી ખાય છે.
20 વર્ષ પહેલાં બાયડના એક મૃત્યુ પામેલા વ્યક્તિની જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી, ત્યારે લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. જયારે આ જ ગામના પરમાર હિતેશભાઈ કોઈ દિવસ બાયડથી આગળ ગયા નથી તેમ છતાં આ ટ્રેનના પેસેન્જર લીસ્ટમાં નામ છે.