અરવલ્લી : રાજયપાલે ખેડૂતોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે રાજ્ય સરકાર કૃષિ કલ્યાણ માટે અનેકવિધ કાર્યો કરી રહી છે. ત્યારે તેમા સહભાગી બની પ્રાકૃતિક ખેતીના આ અભિયાનમાં જોડાઇ પ્રાકૃતિક ખેતી કરતા થવુ જોઇએ. તેમજ રાસાયણિક ઝેરયુક્ત ખેતીથી દૂર રહી ધરતીને બંજર બનાવતા અટકાવવી જોઇએ.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાષ્ટ્રના નિર્માણમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યુ છે. તો પ્રાકૃતિક ખેતીની પહેલ કરી એવા ફળ અને શાકભાજીનું ઉત્પાદન થાય કે વિદેશમાં તેની માંગ ઉભી થાય.