ETV Bharat / state

અરવલ્લીના મોડાસાનું જનસેવા કેન્દ્ર લોક સેવાનું સેતુ બન્યું

author img

By

Published : Jul 10, 2020, 6:50 PM IST

સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધતા લોકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ કચેરીઓ બંધ કરાઇ હતી. જેમાં વિધાર્થીઓ અને ગરીબ લાભાર્થીઓને યોજનાકીય સહાયના પ્રમાણપત્ર આપતા જનસેવા કેન્દ્ર પણ બંધ હતા. પરંતુ લોકડાઉન ખુલતા જ અરવલ્લીના મોડાસાના જનસેવા કેન્દ્રમાં જૂન માસ દરમિયાન 2500થી વધુ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે.

અનલૉકમાં મોડાસા જનસેવા કેન્દ્ર દ્વારા 2500થી વધુ અરજીઓનો નિકાલ

અરવલ્લી: અરવલ્લીમાં કોરોનાના સંક્રમણની અસર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળતા જિલ્લા કલેક્ટર કચેરી તેમજ તાલુકા કક્ષાના જનસેવા કેન્દ્ર બંધ કરવામાં આવ્યા હતા.

પરંતુ જૂન માસમાં અનલોક-વનના આરંભે જ જનસેવા કેન્દ્રો ફરી શરૂ કરવામાં આવતા વિવિધ યોજનાકીય સહાયની અરજીઓ તેમજ લાભાર્થીઓને લાભ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અરવલ્લીના મોડાસાના જનસેવા કેન્દ્ર દ્વારા એક માસમાં રેશનકાર્ડમાં નામ કમી કરવા- ઉમેરવા, ડુપ્લીકેટ, અલગ અને નવિન રેશનકાર્ડને લગતી 674 તેમજ નિરાધાર, વૃધ્ધ-દિવ્યાંગોને સહાયની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો.

જયારે સિનિયર સિટીઝન, ઉંમર અને અધિનિવાસ, વારસાઇ, અનુસૂચિત જાતિ-જનજાતિ, બિન અનામત વર્ગના યોજનાકીય સહાયના લાભના પ્રમાણપત્ર આપવા સહિત અન્ય કામગીરી મળી કુલ 2592 સેવાઓ લોકોને પૂરી પડાતા અરવલ્લીનું મોડાસાનું જનસેવા કેન્દ્ર સાચા અર્થમાં તંત્ર અને પ્રજા વચ્ચે સેવાનો સેતુ સાબિત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.