- અરવલ્લી જિલ્લા નેશનલ ઇમ્યુંનાઇઝેશન ડે પલ્સ પોલિયો કાર્યક્રમ યોજાયો
- કાર્યક્રમ અંતર્ગત 0થી 5 વર્ષના કુલ 1, 14, 196 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા
- ઉચ્ચ અધિકારીઓ દ્વારા પલ્સ પોલિયો કાર્યક્રમનો પ્રારંભ
અરવલ્લીઃ જિલ્લા નેશનલ ઇમ્યુંનાઇઝેશન ડે પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત 0થી 5 વર્ષના કુલ 1, 14, 196 બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવશે. જે અંતર્ગત રવિવારના રોજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ બાળકોને પોલીયોના ટીપા પીવડાવી પલ્સ પોલિયો કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
પોલિયો રસી આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લામાં આજે પોલિયો રવિવારના દિવસે 1,14,196 બાળકોને પોલિયો રસીના ટીપાં પીવડાવવાનો લક્ષાંક રાખવામાં આવ્યો હતો. જે અંગે જિલ્લામાં નોંધાયેલા તમામ બાળકોને રસી આપી શકાય તે માટે 614 પોલિયો બૂથ, બસ સ્ટેશન, ટોલ પ્લાઝા, ઇંટ ભઠ્ઠા જેવા વિસ્તારમાં 17 ટ્રાન્ઝીટ પોઇન્ટ પર 2517 ટીમ્સના સભ્યો દ્વારા રસી આપવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લાના મોડાસા ખાતે પી.એચ.સી સેંટર ખાતે કલેક્ટર, એસ.પી, ડી.ડી.ઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ બાળકોને રસી પીવડાવી પોલીઓ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
આગામી બે દિવસમાં આરોગ્ય કર્મચારીઓ 2,5,617 ઘરોની મુલાકાત લેશે
31 જાન્યુઆરી, 2021ના રોજ તમામ બૂથ પર તથા આગામી બે દિવસમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા 2,05,617 ઘરોની મુલાકાત લઈ રસીકરણ માટે બાકી રહી ગયેલા બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. કોવિડ-19 મહામારીને ધ્યાને રાખીને પોલિયો રસીના બૂથ પર વધુ ભીડ એકઠી ન થાય તે માટે 250થી વધુ બાળકો હોય તેવા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ વેકિસનેશન બૂથને સ્પ્લીટ કરી બે મીની બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ તથા કોવિડ-19 ની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી પલ્સ પોલિયો કાર્યક્રમની કામગીરી કરવામાં આવી
સ્વૈચ્છીક સંસ્થાઓનો સહકાર લેવામાં આવ્યો
અરવલ્લી જિલ્લાના જન્મ થી 05 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો રસીકરણથી આવરી લેવાય અને એકપણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે તે હેતુથી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વહીવટી તંત્રના સંલગ્ન વિભાગો અને સ્વૈચ્છીક સંસ્થાઓનો સહકાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતુ.