મોડાસા: આ કાર્યક્રમમાં વિશ્વસ્તરે 100 જેટલાં દેશ અને ભારતભરમાં તેમજ ગુજરાતમાં તમામ જિલ્લા સહિત અરવલ્લી જિલ્લામાં અને મોડાસા તાલુકામાં પણ ઘરે ઘરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોડાસામાં અનેક વિસ્તારોમાં ઘરે ઘરે ગાયત્રી યજ્ઞમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્ર બોલી હવન સામગ્રીથી આહુતિ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર મોડાસા ક્ષેત્રમાં 2,500 ઘરમાં સંકલ્પ હતો. જે યજ્ઞના મહત્વની સાચી જાણકારી મળતા સૌમાં ઉત્સાહ વધતા 3,000થી વધુ ઘરોમાં યજ્ઞ સંપન્ન થયા હતા .
જેમાં અગ્નિમાં શુદ્ધ ભાવનાથી મંત્રોચ્ચાર સાથે ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હવન સામગ્રી હોમવામાં આવે છે . તે અનેક ઘણી સૂક્ષ્મ ઉર્જામાં પરિવર્તન પામે છે. જે રોગોના જીવાણુઓ નાશ કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે. સાથે સાથે આસપાસના વિસ્તારને સેનેટાઈઝ કરે છે. તેમજ આ ઉર્જા વાન વાયુ મનુષ્યના શરીરમાં શ્વાસોશ્વાસ દ્વારા શરીરમાં જઈ લોહીમાં ભળી જવાથી વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે.
આ યજ્ઞ કાર્ય દરમિયાન ભાવ સંવેદનાથી થતાં મંત્રોચ્ચારથી આત્મબળમાં પણ વૃદ્ધિ થાય છે. આ યજ્ઞના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રીતે થતાં લાભ આપે છે. જેમાં આ માટે 80 પ્રકારની ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હવન સામગ્રી નિ:શુલ્ક આપવામાં આવી હતી. જેને યજ્ઞ કર્મકાંડ જાતે ન ફાવતું હોય તેમને સોશિયલ મીડિયાના ઓનલાઈન માધ્યમ દ્વારા ડિજીટલ યજ્ઞ લીંક ઉપયોગ કરીને પણ સૌને સ્વયં પોતાના ઘરે યજ્ઞ કરવા વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. જેથી હાલની સ્વાસ્થ્યની વિકટ પરિસ્થિતિમાં નિયમો અનુસાર સરળ રીતે પોતાના ઘરે જાતે જ યજ્ઞ કરી શકે.
આ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અભિયાનમાં ખૂબ જ સફળ પ્રતિસાદ મળ્યો છે. લાખો ઘરોમાં થઈ કરોડો લોકો આ યજ્ઞ પરંપરા અભિયાનમાં જોડાયા હતા. જે આ પ્રયોગાત્મક યજ્ઞ આંદોલનની પ્રેરણા જો રોજીંદા જીવનમાં વણાઈ જાય તો કોરોના જેવા રોગ સામે લડવા આવા યજ્ઞ પ્રયોગ ખૂબજ સહાયરૂપ બની શકે છે.