મોડાસાઃ શાકભાજી અને ફ્રૂટ સહીત વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓ માસ્કના ભાવના કારણે માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં કાર્યરત મોહદ્દીસે આઝમ મિશને નગરમાં ફેરિયાઓ અને ફેરિયાઓના સંપર્કમાં આવનાર ગ્રાહકોમાં કોરોના પ્રસરતો અટકે તે માટે 1100 સૅનેટાઇઝર અને માસ્કનું વિતરણ કર્યુ હતું.
ફેરિયાઓને મીશનના કાર્યકરો દ્રારા કોરોના વાઇરસના સંક્રમણ વિષે માર્ગદર્શન આપવાની સાથે કોરોનાના ખતરા વિષે માહિતગાર કરી માસ્ક અને સેનીટાઈઝરના ઉપયોગ પણ સમજાવ્યો હતો .
નોંધનીય છે કે મોડાસા શહેરમાં છેલ્લા ૨૬ વર્ષથી સેવાકીય કાર્યો માટે કાર્યરત મોહદીસે આઝમ મિશન દ્વારા લોકડાઉનમાં મોડાસા શહેરમાં સારવાર અર્થે દાખલ દર્દીઓ અને જરૂરિયાતમંદ 300થી વધુ લોકોને અશરફી ટિફિન સર્વિસ દ્વારા જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે.
કોરોના મહામારી સામે જાગૃતિ અભિયાન અંતર્ગત મેઘરજ, મોડાસા અને ટીંટોઇમાં 25થી વધુ મોટા હોર્ડિંગ્સ લગાવી મિશનના કાર્યકરો લોકોને જાગૃત કરી રહ્યાં છે. આ કાર્યમાં આરીફ સિધવા અશરફી ટિફિન સર્વિસના ઇન્ચાર્જ શકીલ શેખ, સાબિર ખોખર, સાબિર પેન્ટર, સફિક બુલા અશરફ સિધવા વગેરે જોડાયા હતા.