ETV Bharat / state

મોડાસામાં રેડિમેડની દુકાનમાં ઉદ્ઘાટન પહેલા જ તસ્કરોએ હાથ સાફ કર્યો

અરવલ્લીઃ જિલ્લામાં છાશવારે ચોરીઓ થવાના કારણે વેપારીઓમાં અને નગરજનોમાં ભયનો માહોલનું સર્જન થયું છે. ગતરાત્રીએ જજીસ બંગલો સામે આવેલ દુકાનમાં હજુ તો ઉદ્ઘાટન થાય તે પહેલા તસ્કરો હાથ સાફ કરી ગયા હતા. જેના લીધે દુકાનદારના માથે આભ તૂટી પડયું હતું.

author img

By

Published : Jun 27, 2019, 5:38 AM IST

modasa

મોડાસા માલપુર રોડ પર આવેલ મારુતિ કોમ્પલેક્ષમાં નવીન રેડિમેટ કપડાના શો-રૂમનું ઉદ્ઘાટન રથયાત્રાના દિવસે કરવાનું હતું. જો કે, દુકાનનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તસ્કરો અંદાજીત રૂપિયા 5 લાખના કપડાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. જયારે સવારે આસપાસના દુકાનદારોએ શો-રૂમનુ શટર તોડેલું જોયું ત્યારે શો-રૂમના માલિકને જણાવતા તેઓ દુકાન પર દોડી આવ્યા હતા અને દુકાનની હાલત જોઈ બેબાકળા બની ગયા હતા અને તેમના માથે આભ તૂટી પડયું હતું.

મોડાસામાં રેડિમેડની દુકાનમાં ઉદ્ઘાટન પહેલા જ તસ્કરોએ હાથ સાફ કર્યો

આ અંગેની મોડાસા ટાઉન પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુકાનની સામે જજીસ બંગલો આવેલ છે, અને ત્યાં હોમગાર્ડ પોઇન્ટ હોવા છતાં દુકાનની ચોરી થઇ તે નવાઈ પમાડે તેવી વાત છે.જિલ્લામાં દર બે ત્રણ દિવસે ચોરીની ઘટનાઓ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે.

Intro:મોડાસામાં જજીસ બંગ્લોઝ સામે રેડિમેડની દુકાનમાં ઉદ્ઘાટન પહેલા તસ્કરોએ હાથ સાફ કર્યો

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં છાશવારે ચોરીઓ થવાના કારણે વેપારીઓમાં અને નગરજનોમાં ભયનો માહોલ નું સર્જન થયું છે . ગત્રાત્રિએ જજીસ બંગલો સામે આવેલ નવીન દુકાનમાં હજુ તો ઉદ્ઘાટન થાય તે પહેલા તસ્કરો હાથ સાફ કરી જતા દુકાનદારના માથે આભ તૂટી પડયું હતું

Body:મોડાસા માલપુર રોડ પર આવેલ મારુતિ કોમ્પલેક્ષમાં નવીન રેડિમેટ કપડા ના શો રૂમ નું ઉદ્ઘાટન રથયાત્રાના દિવસે કરવાનું હતું જોકે દુકાનનું ઉદ્ઘાટન થાય તે પહેલા તસ્કરો અંદાજીત રૂપિયા પાંચ લાખ રૂપિયા ના કપડા ની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા સવારે શોરૂમ શટર તોડેલું જોયું ત્યારે આસપાસના દુકાનદારોએ શોરૂમના માલિકને જણાવતા તેઓ દુકાન પર દોડી આવ્યા હતા અને દુકાન ની હાલત જોઈ બેબાકળા બની ગયા હતા

.મોડાસા ટાઉન પોલીસ ને ઘટનાની જાણ કરતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દુકાનની સામે જજીસ બંગલો આવેલ છે અને ત્યાં હોમગાર્ડ પોઇન્ટ હોવા છતાં દુકાન ની ચોરી થઇ તે નવાઈ પમાડે તેવી વાત છે.જિલ્લામાં દર બે ત્રણ દિવસે ચોરીની ઘટનાઓ બનતા કાયદો અને વ્યવસ્થા ની સ્થિતી સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.