પાલિકા દ્વારા દર વર્ષે વેરો ઉઘરાવવામાં આવે છે, જેમાં સામાન્ય પાણી વેરો અને ખાસ પાણી વેરાનો સમાવેશ છે. આમ નગરજનો પાસેથી પાણીના નામે બબ્બે વેરા વસુલ કરવા છતાં પાણીનું પાલિકા ભરી શકતી નથી. મોડાસાની 80 હજારની વસ્તીમાં 16 હજારની આસપાસ નળ કનેક્શન આપેલા છે. જેમાં મોટા ભાગના વિસ્તારોમાં નગરજનોને માઝમ જળાશયમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. સિંચાઈ વિભાગ દર હજાર લિટરે 3.14 રૂપિયાના હિસાબે પાલિકાને પાણી પૂરૂ પાડે છે.
વર્ષ 18-19 દરમિયાન સરેરાશ દર માસે 1,65,595 લિટર પાણી જળાશયમાંથી આપવામાં આવ્યું હતું. સિંચાઈ વિભાગ દર માસે પાલિકાને બિલ મોકલાવે છે, પરંતુ પાલિકા બિલ ચૂકવતી જ નથી. સિંચાઈ વિભાગના નાયબ ઈજનેરના જણાવ્યા અનુસાર 2016માં નવી બોડી શાસન સંભાળ્યું ત્યારથી એક રૂપિયો પણ પાલિકાએ ચુકવ્યો નથી.
પાલિકા બિલ માફ કરાવવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ સુધી લડત આપી છે પરંતુ બધી જગ્યાએથી નાણાં ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ નાણાં ખરેખર ચૂકવાશે કે આમ જ આમ સિંચાઈ વિભાગનું લેણું લંબાશે.