જૂનાગઢ: પાછલા દસ દિવસથી ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તન સુખગીરી બાપુનું દેહ વિલય થતા મહંત પદને લઈને હરીગીરી અને મહેશગીરી વચ્ચે વિવાદના મૂળ રોપાયા હતા. આ મામલો દરરોજ આક્ષેપોની આટીઘૂંટીમાં ફસાતો જોવા મળતો હતો. બિલકુલ આ જ સમયે રાજ્યની સરકારે સમગ્ર મામલામાં હસ્તક્ષેપ કરીને અંબાજી મંદિર ગુરુદત્તાત્રેય દત્ત શિખર અને ભીડભંજન મંદિરનો તમામ કાર્યભાર જુનાગઢ શહેર મામલતદારને સોંપવાનો હુકમ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિર દત્ત શિખર અને ભીડભંજનમાં મામલતદાર વહીવટદાર: અંબાજી મંદિરના મહંત ધનસુખગીરી બાપુનું દેહ વિલય થતા જ અંબાજી મંદિરના મહંત બનવાને લઈને મામલો ખૂબ જ પેચીદો બની ગયો હતો. તનસુખગીરી બાપુની સમાધી પૂર્વે જ મંદિરના મહંત બનવાને લઈને તનસુખગીરી બાપુના પરિવારજનો ભવનાથના મહંત હરીગીરી અને ભૂતનાથના મહંત મહેશગીરી વચ્ચે અંબાજી મંદિરનું મહંત પદ તેમને મળવું જોઈએ તેવા દાવા પ્રતિદાવા અને આક્ષેપોની વચ્ચે પાછલા દસ દિવસ કરતાં વધુ સમયથી સમગ્ર મામલો આક્ષેપો અને રાજકીય ગલીયારાઓમાં આંટી ઘૂંટીના રૂપમાં ફસાયેલો જોવા મળતો હતો. દરરોજ લાંબો ખેંચાઈ રહેલો મામલો અને સાધુ સંતો વચ્ચે સતત વધી રહેલા વિવાદને કારણે રાજ્યની સરકારે સમગ્ર મામલામાં જૂનાગઢ જિલ્લા કલેકટરને મધ્યસ્થી કરીને હાલ પૂરતું અંબાજી મંદિર ગુરુદત્તાત્રેય દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ આ ત્રણેય જગ્યાનો હવાલો જુનાગઢ શહેર મામલતદારને સોંપીને આજથી જ આ ત્રણેય જગ્યાનો વહીવટ મામલતદાર દ્વારા હસ્તગત કરી લેવામાં આવે તે પ્રકારના આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયા છે.
ત્રણેય મંદિરમાં આજથી વહીવટદારનું શાસન: આજથી અંબાજી મંદિર ગુરુદત્ત શિખર અને ભીડભંજન આ મંદિરમાં સરકાર દ્વારા નિયુક્ત મામલતદારનું વહીવટદાર શાસન અમલી બન્યું છે. વર્ષ 1983માં દેહ વિલય થયેલા મહંત તનસુખગીરી બાપુના ગુરુએ તેમની નિમણૂક અંબાજીના મહંત પદે કરી હતી. તે મામલાની એક વીલ તનસુખગીરી બાપુને 1983માં બનાવી દેવામાં આવી હતી. ત્યારથી ધનસુખગીરી બાપુ અંબાજી મંદિર અને ગુરુદત્ત શિખરના મહંત તરીકે કામ કરી રહ્યા હતા. જેમાં હવે તેમનું નિધન થતા મામલો મહંત પદને લઈને ખૂબ જ પેચીદો બની રહ્યો છે.
જિલ્લા કલેકટરે આપી વિગતો: જુનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયાએ અંબાજી મંદિર ગુરુદત્ત શિખર અને ભીડભંજન મંદિરનો હવાલો વહીવટદાર તરીકે જુનાગઢ મામલતદારને સોંપવામાં આવ્યો છે. તે અંગેની વિગતો પણ આપી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે ત્રણેય મંદિરમાં મહંત બનવાને લઈને જ્યાં સુધી સરકારી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી મામલતદાર જુનાગઢ શહેર ત્રણેય ધાર્મિક જગ્યાના વહીવટદાર તરીકે કામ કરશે. આ જગ્યામાં મહંત બનવાને લઈને સરકારી ધારાધોરણ મુજબ અરજીઓ મંગાવવામાં આવશે અને તેના વેરિફિકેશન બાદ કોઈ વ્યક્તિને ત્રણેય જગ્યાના મહંત તરીકે નિયુક્ત કરવામાં આવશે. જ્યાં સુધી મંદિરમાં કોઈ નિયમસર કે સરકાર દ્વારા નિમણૂક પામેલા મહંતની નિમણૂક ન થાય ત્યાં સુધી હાલની સ્થિતિએ જુનાગઢ શહેર મામલતદારને વહીવટદાર તરીકે કામ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
31 જુલાઈ 2025માં હરીગીરીની મુદત પૂર્ણ: ભવનાથ મંદિરના મહંત હરિગીરીની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. જેની મુદત 31 જુલાઈ 2025 ના દિવસે પૂર્ણ થઈ રહી છે. ત્યારબાદ ભવનાથ મંદિરના મહંત પદને લઈને કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવશે પરંતુ હાલના તબક્કે જે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં તમામ પક્ષો દ્વારા જે કાગળ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યા છે તેની તમામ તપાસ ફોરેન્સિક અને જિલ્લા પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે. તપાસને અંતે જો કોઈ પણ કાગળ ખોટી રીતે કે ઉપજાવી કાઢેલ સામે આવશે. તો તપાસ રિપોર્ટમાં આવેલા હકીકત બાદ જે તે વ્યક્તિ સામે કાયદાકી કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: