અરવલ્લી: આકસ્મિક આગના સંજોગોમાં આગને કાબૂમાં લેવા માટે કેવી રીતે કામગીરી બજાવવી તેની તાલીમ મળી રહે તે માટે મોકડ્રીલ કરવી જરૂરી છે. આ ઉપરાંત પ્રવર્તમાન ચાલુ માસને સરકાર દ્વારા "સલામતી માસ" તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી તેના ભાગ રૂપે મોડાસાના કાબોલા સ્થિત ગુરૂકૃપા ક્રાફ્ટસ કારખાનામાં મોકડ્રીલ યોજાઇ હતી.
![ETV bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:45:26:1597936526_gj-arl-04-mock-drill-photo-gj10013jpeg_20082020201150_2008f_1597934510_155.jpeg)
કારખાનામાં આવેલા વેસ્ટ યાર્ડ ગોડાઉનમાં પડેલા વેસ્ટ ક્રાફ્ટ પેપરના લમ્પમાં કોઈ કારણસર આગ લાગી હોવાની સ્થિતિનું નિર્માણ કર્યુ હતું. ત્યારબાદ ઓપરેટરે મેનેજમેન્ટને જાણ કરી તત્કાલીક અગ્નિશામક તથા ફાયર હાઈડ્રન્ટ લાઈનના ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી. કારખાનાના સલામતી વિભાગના મેનેજમેન્ટના કર્મચારીઓની આવી ઈમરજન્સીના સંજોગોમાં કેવી સર્તકતા છે, તેની ચકાસણી કરવામાં આવી હતી.
આ મોકડ્રીલને સફળતા અપાવવા ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગૃપના મેમ્બર સેક્રેટરી તરીકે ડેપ્યુટી ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગાંધીનગર એચ.એસ.પટેલ, તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ ભારે જહેમત ઉઠાવી હતી.