ETV Bharat / state

મોડાસામાં મહિલાના હાથમાંથી મોબાઇલ લૂંટી ચોર ફરાર

મોડાસા: કોટાકડી ભાગોળ ટીંબા વિસ્તારમાં રહેતા નસીમબેન ઉસ્માનગની કામકાજ અર્થે નીકળ્યા હતા. જે દરમિયાન ભરચક રહેણાક વિસ્તાર એવા કડીયાવાડા રોડ થી સૂકા બજાર તરફ પસાર થતા હતા. ત્યારે અચાનક કોઇએ ઝડપ કરી મોબાઇલ હાથમાંથી ઝુંટવી લેતા મહિલાના હોશકોશ ઉડી ગયા હતા. મહિલા કઇ સમજે તે પહેલા તેને ધક્કો મારી તેના હાથમાંથી ખાનગી કંપનીનો 12 હજારનો સ્માર્ટ મોબાઈલ લઈ ચોર ફરાર થઈ ગયો હતો.

author img

By

Published : May 3, 2019, 5:55 AM IST

પ્રતિકાત્તમ ફોટો

મહિલાએ બુમો પાડતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા. જોકે, ચોર લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચતા મહિલાની ફરિયાદ લેવાના બદલે સાદા કાગળ પર અરજી લઈ રવાના કરી દીધી હતી.

mahila
મહિલા નોંધાવી પોલીસ ફરિયાદ

મહિલાએ બુમો પાડતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા. જોકે, ચોર લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચતા મહિલાની ફરિયાદ લેવાના બદલે સાદા કાગળ પર અરજી લઈ રવાના કરી દીધી હતી.

mahila
મહિલા નોંધાવી પોલીસ ફરિયાદ

મોડાસામાં મહિલાના હાથમાંથી મોબાઇલ લઇ ચોર છુ થઇ ગયો ..

 

મોડાસા- અરવલ્લી

 

મોડાસાના કોટાકડી ભાગોળ ટીંબા વિસ્તારમાં રહેતી નસીમબેન ઉસ્માનગની સદા કામકાજ અર્થે નીકળ્યા હતા તે દરમ્યાન  ભરચક રહેણાંક વિસ્તાર એવા કડીયાવાડા રોડ થી સૂકા બજાર તરફ પસાર થતા હતા ત્યારે અચાનક  કોઇએ ચીલ ઝડપ કરી મોબાઇલ હાથમાંથી ઝુંટવી લેતા મહિલાના હોશકોશ ઉડી ગયા હતા. મહિલા કઇ સમજે તે પહેલા તેને  ધક્કો મારી તેના હાથમાંથી ખાનગી કંપનીનો રૂ.૧૨ હજારનો સ્માર્ટ મોબાઈલ લઈ છુ થઇ ગયો હતો.

 

મહિલાએ બુમાબુમ કરી મુકતા આજુબાજુ માંથી  લોકો દોડી આવ્યા હતા જોકે ચોર લૂંટ ચલાવી અદ્ર્શ્ય થઇ ગયો હતો. મોડાસા પોલીસસ્ટેશન માં ફરિયાદ નોંધાવવા પહોંચતા મહિલાની ફરિયાદ લેવાના બદલે સાદા કાગળ પર અરજી લઈ રવાના કરી દીધી હતી.  

 

અરવલ્લી જિલ્લાના મથક મોડાસામાં ચોરી લૂંટ અને ચીલ ઝડપની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે.

 

( પ્રતિકારાત્મક ફોટોનો ઉપયોગ કરવો) 


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.