ETV Bharat / state

અરવલ્લીઃ મેઘરજ પોલીસે 4 શખ્સોને પશુઓને કતલખાને લઇ જતા ઝડપ્યાં

અરવલ્લી જિલ્લાની મેઘરજ સરહદ પર મેઘરજ પોલીસે 31 ડીસેમ્બરને અનુસંધાને રાજસ્થાન તરફથી વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન મેઘરજ તાલુકાના પંચાલ રોડ પરથી શંકાસ્પદ ઝડપે પસાર થતી બે પીકઅપ ડાલાને અટકાવી તલાસી લેતા 12 ભેંસ બાંધેલી હાલતમાં મળી આવી હતી, જેથી પોલીસે 4 શખ્સોને ઝડપ્યાં હતા

author img

By

Published : Jan 1, 2021, 10:52 PM IST

Updated : Jan 1, 2021, 11:01 PM IST

મેઘરજ પોલીસે 4 શખ્સોને પશુઓને કતલખાને લઇ જતા ઝડપ્યાં

  • મેઘરજ પોલીસે 4 શખ્સોને ઝડપ્યા
  • પશુઓને કતલખાને લઈ જતા હોવાથી ઝડપ્યા
  • પોલીસે રૂપિયા 9,64,860નો મુદ્દામાલ જપ્ત કર્યો

અરવલ્લીઃ જિલ્લાની આંતરાજ્ય સરહદો પરથી ગેરકાયદેશર રીતે દારૂ અને પશુઓની હેરાફેરી થતી હોય છે. ગત રાત્રીના સમયે 31 ડીસેમ્બર અતંર્ગત મેઘરજ પોલીસે મેઘરજ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા બે પીકઅપ ડાલાને અટકાવી તલાસી લેતા બંને પીકઅપ ડાલામાંથી બાંધેલી હાલતમાં અને ઘાસચારા કે પાણીની સગવડ વગર 12 ભેંસ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા આ ભેંસો કતલખાને લઇ જતા હોવાનું માલુમ પડતા પોલીસે 4 શખસોને ઝડપી ભેંસોને પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી.

પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી

પોલીસે 12 ભેંસ, મોબાઈલ, રોકડ રકમ અને પીકઅપ ડાલા-2 મળી કુલ રૂપિયા 9,64,860નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, અને ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રાણી અત્યાચાર નિવારણ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Last Updated : Jan 1, 2021, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.