- ખેતી માટે ખેડૂતોએ કસી કમર
- સિંચાઇ માટે જાતે બનાવ્યું તળાવ
- અનેક રજૂઆત છતાં ન હતી મળી મદદ
અરવલ્લી: ઉનાળાની શરૂઆત થતા જ સિંચાઇના પાણીની મોટાભાગના જિલ્લાઓમાં અછત સર્જાય છે. જો કે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં તો શિયાળામાં પણ સિંચાઇ માટે પાણી મળતું નથી. આ સમસ્યા સામે ઝઝુમી રહેલા ખેડૂતોએ હવે તંત્રની આશાએ બેસી રહેવાના બદલે જાતે તેનો ઉપાય શોધી લીધો છે. મેઘરજ તાલુકાના શાંતિપુરા કંપામાં પીવાના પાણીથી લઇ ઉનાળું વાવેતરના પિયત માટે ચેતન વેલાણી તેમજ અન્ય ત્રણ ખેડૂતોએ પોતાના ખેતરમાં 40,000 સ્કેવર ફૂટ બાંધકામ તેમજ 30 ફૂટ ઊંડાઈ ધરાવતું એક કરોડ લીટર જેટલી સ્ટોરેજ કેપેસીટીવાળું તળાવ બનાવ્યું છે.
વધુ વાંચો: જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ જણસોની મબલખ આવક
તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆતો છતાં કોઈ મદદ ન મળી
તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ નીવેડો કે મદદ ન મળતા ખેડૂતોને માઠા દિવસો જોવા પડી રહ્યાં હતા ત્યારે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ન હોવા છતાં કુત્રિમ તળાવો બનાવા મજબૂર બન્યા છે. સરકારે નર્મદા પાઇપ લાઈનોમાંથી પાણી આપવાના વાયદાઓ તો કર્યા હતા પરંતુ તે વાયદાઓ કાગળથી જમીન સુધી પહોંચ્યા નથી. અન્ય રાજ્યમાં સ્વખર્ચે તળાવો તૈયાર કરતા ખેડૂતોને સરકાર સબસીડી આપે છે ત્યારે ગુજરાત સરકાર આવા ખેડૂતોને મદદ કરે તેવી અપીલ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.
વધુ વાંચો: આંધ્રપ્રદેશ: ખેડૂતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો