બેઠકમાં સમાજના આગેવાનોને લક્ષચંડી યજ્ઞ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઊંઝા ખાતે આયોજિત યજ્ઞમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું .
આ પ્રકારના યજ્ઞનું 50 વર્ષમાં પ્રથમવાર આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોડાસા ખાતે આયોજિત પાટીદાર સંમેલનને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ પટેલ તેમજ દિલીપભાઈ પટેલ સહિત સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ડિસેમ્બર મહિનામાં યોજાનાર યજ્ઞમાં ૫૦ લાખથી વધારે ભાવિક ભકતો ઉમટવાના શક્યતાઓ માનવામાં આવી રહી છે.