અરવલ્લીઃ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ સામે આવતા ગ્રામજનો દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લાના મોટાભાગના ખેડૂતો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોઇ માર્કેટ યાર્ડ દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે રીતે સીધી હરાજી કામગીરી શરૂ કરાઇ છે.
આ સમયે માલવાહક વાહનના ડ્રાઈવર અને તે સિવાય ફક્ત એક જ વ્યક્તિને માર્કેટ યાર્ડના મુખ્ય ગેટથી થર્મલ સ્કેનિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બજાર સમિતિમાં આવનાર તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું અને સામાજીક અંતર જાળવવા નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે, જેને લઇ માત્ર રજીસ્ટ્રેશન કરાવીને આવેલા મર્યાદિત 50 ખેડૂતોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.