- પુરુષ ઉમેદવારોઓએ ભરતી પ્રક્રિયામાં અન્યાય થતો હોવાની લાગણી
- ભરતી પ્રક્રિયામાં બંધારણની જોગવાઈનું પાલન ન થયું હોવાનો આક્ષેપ
- આવેદનપત્રમાં ઇચ્છા મૃત્યુની માંગણી કરી
મોડાસાઃ લોક રક્ષક દળની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી હતી, જેના વિરોધમાં ગાંધીનગરમાં SC, ST અને OBCની મહિલા ઉમેદવારો એ આંદોલન કર્યુ હતું. આંદોલનના પગલે સરકારે જીએડીના ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બિન અનામત વર્ગે આંદોલન શરૂ કર્યું હતું. જેને કારણે રાજય સરકારે મહિલાઓ માટેની અનામત બેઠકોમાં વધારો કરીને ૫૨૨૭ બેઠક પર ભરતી કરવાની જાહેરાત કરીને સમાધાનકારી રસ્તો અપનાવ્યો હતો.
અરવલ્લીના ઉમેદવારોએ કરી ઇચ્છા મૃત્યુંની માંગ
જોકે આ વધારો સરકારે ફકત મહિલા સીટો માટે જ કરતા પુરૂષ ઉમેદવારોમાં અન્યાયની લાગણી પ્રસરી છે. પુરૂષ ઉમેદવારોના મુજબ બંધારણની જોગવાઈ અનુસાર દરેક સરકારી ભરતીમાં 33 ટકા મહિલા અને 67 ટકા પુરુષ ઉમેદવારનો રેશિયો જળવાવો જોઈએ, પરંતુ મહિલા સીટોમાં વધારો કરતા આ જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. આવેદનપત્રમાં 10 દિવસ સમયમાં ન્યાય ન આપવામાં આવે તો ઇચ્છા મૃત્યુની પરવાનગી આપવાની માંગ કરી હતી.