ETV Bharat / state

અરવલ્લીના મેઘરજ અને માલપુરમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની લાંબી કતારો લાગી - Long line of farmers selling peanuts at support prices in Megharj and Malpur in Aravalli district

અરવલ્લી જિલ્લાના મેઘરજ તેમજ માલપુર તાલુકામાં ટેકા ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોની લાંબી કતારો લાગી છે. વ્યવસ્થાના અભાવે ખેડૂતોને ઠંડીમાં રાતવાસો કરવાનો વારો આવી રહ્યો છે.

અરવલ્લીના મેઘરજ અને માલપુરમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની લાંબી કતારો લાગી

author img

By

Published : Nov 28, 2020, 10:46 PM IST

  • અરવલ્લીના મેધરજ તથા માલપુર તાલુકામાં મગફળી વેચવા ખેડૂતોનો લાંબી લાઇનો લાગી
  • મેઘરજમાં દિવસના માત્ર 20 જેટલા ખેડૂતોના ટ્રેકટરોની મગફળી તોલાતા મુશ્કેલી
  • ખેડૂતોને ઠંડીમાં રાત વાસો વેઠવાનો વારો આવ્યો

અરવલ્લીઃ દિવાળી પહેલા ખુલ્લા બજારમાં ખેડૂતોને મગફળીના ભાવ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવની આસપાસ મળી રહેતા મગફળી ખરીદ કેન્દ્રો પર એકદોકલ ખેડૂતો જોવા મળતા હતા. દિવાળી તહેવારો પછી ખુલ્લા બજારમાં મગફળીના ભાવ અપુરતા મળતા ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો પર લાઈન લગાવી દીધી છે. જોકે ખરીદ કેન્દ્ર પર યોગ્ય વ્યવસ્થાપનનો અભાવ જોવા મળી રહ્યો છે. જિલ્લાના મેઘરજમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોના ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી છે. માર્કેટયાર્ડ ખાતેના નાફેડ કેન્દ્ર પર દીવસના માત્ર 20 જેટલા ખેડૂતોના મગફળી તોલાઇ રહી છે.

અરવલ્લીના મેઘરજ અને માલપુરમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની લાંબી કતારો લાગી

માલપુરમાં નાફેડ કેન્દ્ર ખાતે દૈનિક 2 હજારથી 2500 બોરી મગફળીની આવક

તો બીજી બાજુ માલપુર એપીએમસીમાં પણ ટેકાના ભાવે મગફળી વેચવા માટે વહેલી સવારથી જ ટ્રેકટર લઇને લાઇન ઉભા રહેલા ખેડૂતોને 5થી 6 કલાક સુધી રાહ જોવી પડે છે. નોંધનીય છે કે માલપુરમાં નાફેડ કેંન્દ્ર ખાતે દૈનિક 2 હજારથી 2500 બોરી મગફળીની આવક થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.