ETV Bharat / state

ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાતા બોર્ડર પર વાહનોની કતાર - gujarat rajasthan border

કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે ગુજરાત રાજ્યમાં પ્રવેશવા માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાતા રાજ્યની બોર્ડર પર વાહનચાલકો અને પ્રવાસીઓનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ગુજરાત–રાજસ્થાન બોર્ડર પર વાહનોની રફતાર ધીમી થઇ ગઇ છે.

ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાતા બોર્ડર પર વાહનોની કતાર

author img

By

Published : Apr 23, 2021, 9:14 PM IST

  • ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
  • નિયમના કારણે બોર્ડર પર બન્ને તરફ વાહનોની લાંબી કતાર
  • પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા કરાય છે સઘન ચેકિંગ

મોડાસા: ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાતા ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. બોર્ડર પર એક બાજુ ગુજરાત પોલીસના કર્મીઓ રાજસ્થાનથી ગુજરાત આવી રહેલા અને રાજસ્થાન પોલીસના કર્મીઓ ગુજરાતથી રાજસ્થાનમાં પ્રવેશી રહેલા વાહનચાલકોના RT-PCR રિપોર્ટ ચેક કરી રહ્યા છે.

ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાતા બોર્ડર પર વાહનોની કતાર

પોલીસ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તૈનાત

ગુજરાત રાજ્યમાં પ્રવેશતા તમામ વાહન ચાલકો અને પ્રવાસીઓનો RT-PCR રિપોર્ટ ફરજિયાત કરાયો છે. અરવલ્લી જિલ્લાની શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેઓ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનો ચાલકોના RT-PCR રિપોર્ટ ચેક કરી રહ્યા છે. આ કાર્યવાહીના પગલે બોર્ડર પર વાહનોની ગતી ધીમી થતા વાહનોની કતાર લાગી હતી. નોંધનીય છે કે, 1 એપ્રિલથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોનો RT-PCR રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.