ETV Bharat / state

ભાજપ પ્રમુખ સામે નોંધાયો ગુનો, દારૂ ભરેલી સ્કોર્પિયોની હેરાફેરીમાં સંડોવણી - અરવલ્લીમાં ભાજપ પ્રમુખ દારુ કેસ

અરવલ્લીના માલપુરમાં ચૂંટણી પૂર્વે રાજેન્દ્ર પટેલ (Liquor case in Aravalli) સામે દારૂનો કેસ નોંધાયો હોવાની માહિતી મળી રહી છે. માલપુર પોલીસે જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે નક્કર પુરાવા પછી ગુનો નોંધાયો છે. (Aravalli BJP president crime registered)

ભાજપ પ્રમુખ સામે નોંધાયો ગુનો, દારૂ ભરેલી સ્કોર્પિયોની હેરાફેરીમાં સંડોવણી

author img

By

Published : Dec 8, 2022, 11:53 AM IST

અરવલ્લી : વિધાનસભાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ અરવલ્લીના માલપુર અણીયોર ચોકડી નજીક ગામના કેટલાક યુવાનોએ દારૂ ભરેલી કાળા કલરની સ્કોર્પિઓ ઝડપી પાડી હતી. જે સોશિયલ મીડિયામાં ત્રણ ચાર વિડીયો વાયરલ કર્યા હતા. દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાતા ભાજપ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ ક્યાંકથી આવી પહોંચી ગાડી પકડનાર યુવાનની આજીજી કરી રહ્યાનો વિડીયો પણ વાયરલ થયો હતો. (Crime against Rajendra Patel)

ભાજપ પ્રમુખ છટકી ગયા મળતી માહિતી મુજબ પોતાનો વિડીયો ઉતરી રહ્યો હોવાનું ભાન (Aravalli BJP President Liquor Case) થતા ભાજપ પ્રમુખ ત્યાંથી છટકી ગયા હતા. જોકે જિલ્લા પ્રમુખને આજીજી કેમ કરવી પડીની ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારબાદ અરવલ્લી જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા DYSPને સત્વરે માલપુર પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ જિલ્લા LCB PI કે.ડી.ગોહીલને સોંપી દારૂની હેરાફેરીમાં સંડોવણી હોય તેવા તમામ શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો. (Liquor case against Rajendra Patel)

પોલીસે ગુનો નોધી તપાસની કાર્યવાહી તપાસમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને રામચંદ અરજણ ડામોરનું નામ પણ સામે આવતા તેમની સામે પણ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. માલપુર પોલીસે રાજેન્દ્ર પટેલ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દારુ ભાજપનો હોવાના અને મતદારોને આપવા લાવ્યા હોવાના ગંભીર આરોપો લગાવાઈ રહ્યા હતા, ત્યારે લોકોના પણ આક્ષેપ સાચા સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે. (Liquor case in Malpur)

રાજેન્દ્ર પટેલે કેસ ન નોંધાય તે માટે ધમપછાડા આ ઉપરાંત મળતી માહિતી અનુસાર તેની સામે ગુનો ના નોંધાય તે માટે રાજેન્દ્ર પટેલે ગાંધીનગર કમલમની મુલાકાત લીધી હતી. જોકે તેનો ફેરો માથે પડ્યો હતો. કેમ કે મોટા નેતાઓએ પણ હાથ ખંખેરી નાખ્યા છે. (Rajendra Patel Liquor filled Scorpio)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.