ETV Bharat / state

મોડાસા સરકારી ઈજનેર કોલેજમાં ઉભુ કરાયેલું 50 બેડનું કોવિડ સેન્ટર બંધ હાલતમાં

અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઠેર ઠેર કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે પરંતુ સુવિધાના અભાવે કોવિડ સેન્ટરમાં શરૂ કરી શક્યા નથી. મોડાસા શહેરની સરકારી એન્જીનિયરિંગ કોલેજ ખાતે ઉભું કરાયેલ 50 બેડનું કોવિડ સેન્ટર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે.

મોડાસા સરકારી ઈજનેર કોલેજમાં ઉભુ કરાયેલું 50 બેડનું કોવિડ સેન્ટર બંધ હાલતમાં
મોડાસા સરકારી ઈજનેર કોલેજમાં ઉભુ કરાયેલું 50 બેડનું કોવિડ સેન્ટર બંધ હાલતમાં
author img

By

Published : May 11, 2021, 5:32 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • ઓક્સિજનની સગવડનો અભાવ
  • ઓક્સિજનની સગવડ ના હોવાથી બંધ હાલતમાં

અરવલ્લીઃ જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધતા લોકો ઓક્સિજન અને બેડ માટે વલખાં મારી રહ્યા છે. મોડાસા સરકારી ઇજનેરી કોલેજ ખાતે ઉભું કરવામાં આવેલું 50 બેડનું કોવિડ સેન્ટર ઓક્સિજન સગવડ ન હોવાથી બંધ હાલતમાં છે. સરકારી ઇજનેરી કોલેજ ખાતે કોવિડ સેન્ટર ઉભુ કરવાની માગ મોડાસાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા કોવિડ સેન્ટર ગોઠવી દેવામાં આવ્યુ છે પરંતુ હાલ દર્દીઓને સૌથી વધારે જરૂર પડે છે તે ઓક્સિજન સુવિધા વિના નકામુ થઇ ગયુ છે. આ કોવિડ સેન્ટર ઇજનેરી કોલેજના સહયોગથી શરૂ કરવામાં આવ્યુ હતું. આરોગ્ય તંત્રની ઉદાસીનતાના પગલે હવે સંસ્થાએ પણ ઢીલી નીતી રાખી છે, તેવુ લાગી રહ્યુ છે.

મોડાસા સરકારી ઈજનેર કોલેજમાં ઉભુ કરાયેલું 50 બેડનું કોવિડ સેન્ટર બંધ હાલતમાં

આ પણ વાંચોઃ મોટી ચિરઇ ખાતે 8 બેડનું ઓક્સિજનની સુવિધાવાળું કોવિડ સેન્ટર તૈયાર થયું

શુ કહે છે જિલ્લા એપિડેમિક ઓફિસર

બિનઔપચારીક વાત કરતા જિલ્લા એપિડેમિક ઓફિસર ડૉ. પ્રવીણ ડામોરના જણાવ્યું હતું કે, સરકારી ઈજનેર કોલેજ ખાતે ઉભું કરવામાં આવેલા કોવિડ સેન્ટરમાં સેન્ટ્રલ ઓક્સિજન લાઈન નાખવાની બાકી હોવાથી આ કોવિડ સેન્ટર કાર્યરત થઇ શક્યું નથી. સેન્ટ્રલ ઓક્સિજન નાખતી એજન્સીને આ અંગે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી રહી છે.

સુવિધાના અભાવે કોવિડ સેન્ટર શોભાના ગાંઠીયા સમાન

કોરોનાગ્રસ્ત દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવે છે પરંતુ સુવિધાના અભાવે શોભાના ગાઠીયા સમાન બની ગયા છે. ઇજનેરી કોલેજમાં ઉભુ કરાયેલું કોવિડ સેન્ટર ઝડપથી કાર્યરત થાય તેવી લોક માગ પ્રબળ બની છે.

આ પણ વાંચોઃ નવસારીના નમો કોવિડ કેરમાંથી 7 કોરોના દર્દીઓને રજા અપાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.