ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં પ્રેમ લગ્ન બાબતે અપહરણ થતા ચકચાર - Gujarat Samachar

અરવલ્લી જિલ્લાના જીતપુર ગામમાં યુવકે રાજસ્થાનના વણઝારા સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતની અદાવત રાખી યુવતીના પરિવારજનોએ યુવકના કૌટુંબીકભાઈ અને પુત્રનું અપહરણ કરતા પોલીસ દોડતી થઇ હતી.

અરવલ્લી જિલ્લામાં પ્રેમ લગ્ન બાબતે અપહરણ થતા ચકચાર
અરવલ્લી જિલ્લામાં પ્રેમ લગ્ન બાબતે અપહરણ થતા ચકચારઅરવલ્લી જિલ્લામાં પ્રેમ લગ્ન બાબતે અપહરણ થતા ચકચાર
author img

By

Published : Jun 29, 2021, 10:32 AM IST

Updated : Jun 29, 2021, 11:59 AM IST

  • માલપુરના અપહરણ થયેલ પીતા-પુત્રનો પોલીસે છુટકારો કરાવ્યો
  • ભયથી વાલ્મિકી સમાજના 20 પરીવારોની હીજરત
  • ઘરનો સામાન વેર વિખેર કરી લૂંટ ચલાવવનો આક્ષેપ

અરવલ્લીઃ જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર ગામના વાલ્મિકી સમાજના યુવકે રાજસ્થાનના વણઝારા સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે. આ બાબતની અદાવત રાખી રાજસ્થાનથી યુવતીના 20 થી વધુ પરિવારજનો વાહનો લઇને યુવકના કૌટુંબીકભાઈ અને પુત્રને ઉઠાવી લેતા ચકચાર મચી હતી. ધોળા દિવસે અપહરણની ઘટના બનતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે માત્ર 24 કલાકના સમયમાં અપહરણકારોનું પગેરૂ મેળવી પિતા-પુત્રને હેમખેમ બચાવી લીધા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચોઃ Kidnapping news : અમદાવાદમાં એક બિલ્ડરનું અપહરણ, પોલીસે તેને મુક્ત કરાવી 5 શખ્સોની કરી ધરપકડ

ઘરનો સામાન વેર વિખેર કરી લૂંટ ચલાવવનો આક્ષેપ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર ગામે રવિવારના રોજ સાંજે પ્રેમ લગ્ન બાબતે અપહરણ થતા ચકચાર મચી હતી. ગામમાં 20 લોકોનું ટોળું આવીને વાલ્મિકી સમાજના સંજયભાઇના ઘર પર હુમાલો કર્યો હતો. ઘરનો સામાન વેર વિખેર કરી સંજયભાઇ અને તેમના 7 વર્ષના પુત્રને ઉઠાવી જતા લોકો હેબતાઇ ગયા હતા. બાનવની વિગત એવી છે કે, વાલ્મીકી સમાજના યુવકે રાજસ્થાનના વણઝારા સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનો વાલ્મીકી સમાજના ફાળિયામાં ત્રાટક્યા હતા. યુવક ન મળતા તેના કૌટુંબીક ભાઇ સંજયના ઘરે તોડ ફોડ અને લૂંટફાટ કરી પીતા-પુત્રનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા, ત્યારબાદ પોલીસે અપહરણકર્તાઓનો પીછો કરી 8 આરોપીઓને ઝડપી સંજયભાઇ અને તેમના પુત્રને શોધી કાઢવા ચક્રો ગતીમાન કર્યા હતા. પોલીસે ગણત્રીના કલાકોમાં સંજયભાઇ અને તેમના પુત્રને અપહરણકર્તાઓના ચૂંગલ માંથી છોડાવ્યા હતા.

આ પણ વાંચોઃ 2 માસના બાળકનું 2 મહિનામાં 2 વાર અપહરણ, પોલીસે 2 વાર માતાને કર્યું પરત

પોલીસ દ્વારા કરાઇ કાર્યવાહી

સંજયભાઇ અને તેમના 7 વર્ષના પુત્રને અપહરણકર્તાઓએ માર માર્યો હતો. ઝડપાયેલા 8 આરોપી પાસેથી માહિતી મેળવી પોલીસે ગણત્રીના કલાકોમાં સંજયભાઇ અને તેમના પુત્રને અપહરણકર્તાઓના ચંગૂલમાંથી છોડવી લીધા છે. અપહરણકર્તાઓએ તેમને માર માર્યો હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે હાલ વાલ્મીકિ સમાજના 20 જેટલા પરિવારો પોતાનું ઘર છોડી હીજરત કરી ગયા છે. જિલ્લા પોલીસે સુરક્ષાની ખાતરી આપી આ તમામ લોકોને પોતાના ઘરે પરત લાવવા પ્રયત્નો હાથ ધર્યા છે.

આ પણ વાંચોઃ નકલી પોલીસે અડધી રાત્રે ધાબે સૂતા સગીરનું અપહરણ કર્યું

100 જેટલા લોકો સામે અપહરણ સહીત એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

પોલીસના જાણાવ્યા અનુસાર મહેન્દ્રભાઈ મોહનભાઇ સોલંકીની ફરિયાદના આધારે અપહરણ કરનારા 100 જેટલા વણઝારા સમાજના અજાણ્યા લોકો સામે અપહરણ સહિત એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Jun 29, 2021, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.