ઉલ્લેખનીય છે કે, દોઢ મહિના પહેલા ખંભીસર ગામમાં અનુસૂચિત જાતીના યુવકનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં અસામાજિક તત્વો દ્રારા હિંસા કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ સહિત 45 વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પહેલા 45 આરોપીઓના મોડાસા સેશન્સ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. જેથી ધરપકડ ટાળવા આ આરોપીઓએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. આ કેસમાં એક ઘોડાનું પણ મોત થયું હોવાથી પોલીસે ભારતીય દંડ સંહિતા પશુ સંરક્ષણ ધારા તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ 45 વ્યક્તિઓના નામ તથા અન્ય 150 સામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે આ કેસમાં આજે 25 આરોપીઓએ જિલ્લા DSP કચેરીમાં આત્મસમર્પણ કર્યું છે.