અમરેલીઃ હાલ કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નથી તેમ છતાં અમરેલી જિલ્લા તંત્ર દ્વારા માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા જાહેર જગ્યાઓ પર ફરજિયતપણે માસ્ક પહેરવા હુકમ કરાયો છે. માસ્ક ન પહેરનારને પ્રથમ 500 અને ત્યારબાદ 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર દ્વારા પરિપત્ર જાહેર કરી જાહેર-જનતાને માસ્ક ફરજિયાત પહેરવા સૂચના આપવામાં આવી છે. માસ્ક પહેરેલા નહીં હોય તો પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવશે.