- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ
- 30 ટકા ઉમેદવારો મેદાન બહાર
- ઉમેદવારોના ચૂંટણી લડવાના અભરખા અધૂરા રહી ગયા
અરવલ્લી : બાયડ તાલુકા પંચાયતમાં ભાજપના બે ઉમેદવારો બિનહરીફ થયા છે. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અન્વયે સોમવારે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ફોર્મમાં ક્ષતિ હોવાને લઇ કેટલાય ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પંચાયતમાં કુલ 162 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. તેમાંથી 72 ફોર્મ રદ્દ થતા 90 ઉમેદવારો ચૂંટણી લડી શકશે. જ્યારે 6 તાલુકા પંચાયત માટે 598 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. જેમાંથી 234 રદ્દ થતા હવે 364 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે.
ફોર્મ રદ્દ થતા ભાજપના બે ઉમેદવારો ચૂંટણી પહેલા બિનહરીફ જાહેર થયા
બાયડ તાલુકા પંચાયતની 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં ક્ષતિ હોવાને લઇને ફોર્મ રદ્દ થતા ભાજપના બે ઉમેદવારો ચૂંટણી પહેલા બિનહરીફ જાહેર થયા છે. મેન્ડેટમાં પક્ષનું નામ ખોટું લખ્યુ હોવાથી ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યાં હતાં. હવે બાયડ તાલુકા પંચાયતની 24 બેઠકોમાં 22 બેઠકો પર ચૂંટણી લડાશે. બાયડની લીંબ બેઠક પરથી ભાજપના મંજુલા ચૌહાણ અને બરોલ બેઠક પરથી અરવિંદસિંહ ઝાલા બિનહરીફ જાહેર થયા છે.
મોટા ભાગે અપક્ષો અને અન્ય પક્ષોના ફોર્મ રદ્દ
મોડાસા નગરપાલિકાની 9 વૉર્ડમાં ચૂંટણી માટે 161 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. જેમાંથી 54 ફોર્મ રદ્દ થતા 107 ઉમેદવારો ચૂંટણી લડી શકશે. બાયડ નગરપાલિકાના 6 વૉર્ડ માટે કુલ 86 ફોર્મ ભરાયાં હતાં. જેમાં 49 ફોર્મ રદ્દ થયા છે.
બાયડ તાલુકા પંચાયતમાં ભાજપના બે ઉમેદવારો બિનહરીફ
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અન્વયે સોમવારે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ફોર્મમાં ક્ષતિ હોવાને લઇ કેટલાય ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પંચાયતમાં કુલ 162 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. જેમાંથી 72 ફોર્મ રદ્દ થતા 90 ઉમેદવારો ચૂંટણી લડી શકશે. જ્યારે 6 તાલુકા પંચાયત માટે 598 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. જેમાંથી 234 રદ્દ થતા હવે 364 ઉમેદવારો માન્ય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાયડ તાલુકા પંચાયતની બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં ક્ષતિ હોવાને લઇને ફોર્મ રદ્દ થતા ભાજપના બે ઉમેદવારો ચૂંટણી પહેલા બિનહરીફ જાહેર થયા છે. મેન્ડેટમાં પક્ષનું નામ ખોટું લખ્યુ હોવાથી ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યાં હતાં. હવે બાયડ તાલુકા પંચાયતની 24 બેઠકોમાં 22 બેઠકો પર ચૂંટણી લડાશે. બાયડની લીંબ બેઠક પરથી ભાજપના મંજુલાબેન ચૌહાણ અને બરોલ બેઠક પરથી અરવિંદસિંહ ઝાલા બિનહરીફ વિજય થયા છે.
મોટા ભાગે અપક્ષો અને અન્ય પક્ષોના ફોર્મ રદ્દ
મોડાસા નગરપાલિકાની 9 વૉર્ડમાં ચૂંટણી માટે 161 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી 54 ફોર્મ રદ્દ થતા 107 ઉમેદવારો ચૂંટણી લડી શકશે. તો વળી બાયડ નગરપાલિકાના 6 વૉર્ડ માટે કુલ 86 ફોર્મ ભરાયાં હતાં. જેમાં 49 ફોર્મ રદ્દ થયા છે.