- મોડાસામાં BU પરવાનગી વગરની ઈમારતને પાલિકાને નોટીસ
- BU.પરમિશન મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવી
- ઈમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ
મોડાસા: નગરપાલિકાએ નગર વિસ્તારમાં આવેલા 72 હોસ્પિટલ્સને બિલ્ડીંગ યુઝ પરમિશન ન ધરાવવા બદલ નોટિસ ફટકારી છે. નગરપાલિકાએ આ મામલે સર્વે હાથ ધરી આકારણીના આધારે નોટીસ આપી છે. બી.યુ.પરમિશન વગર ચાલતી હોસ્પિટલ્સ નિયમનું ઉલ્લંઘન કરતી હોઇ, નોટિસ ફટકારી, બી.યુ.પરમિશન મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી.
અનેક બિલ્ડિંગો બી .યુ.પરમિશન વિના ધમધમી રહી છે
નગરપાલિકા વિસ્તારોમાં કોઇપણ બિલ્ડિગનું કન્સટ્રશક્ન થયા બાદ તેનો વપરાશ કરવા માટે બિલ્ડીંગ યુઝ પરવાનગી મેળવવાની હોય છે. આ પરવાનગી માટેની અરજી આવતાં તંત્ર દ્વારા તેમાં ફાયર, પાર્કિંગ સહિતની સુવિધા છે કે કેમ તે ચકાસણી કરીને બી.યુ.પરમિશન આપવામાં આવે છે. મોડાસામાં આવી અનેક બિલ્ડિંગો બી. યુ.પરમિશન વિના ધમધમી રહી છે. ત્યારે પ્રાયોગિક ધોરણે હાલ હોસ્પિટલ્સને નોટિસો આપવામાં આવી છે.
આ પણ વાંચો : મહંત નરેન્દ્ર ગિરીના અનુગામી બલવીર ગિરી વિશે જાણો
ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ
આ અંગે મોડાસા નગરપાલિકાના ઇજનેર દેવાંગ સોની એ જણાવ્યુ હતું કે,"બી.યુ.પરવાનગી ન ધરાવતી 72 હોસ્પિટલ્સને નોટિસો આપી આ પરમિશન મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવી છે. બી.યુ.પરમિશન ન હોવાથી ફાયર સેફટીની સુવિધાઓ ઉભી કર્યા વગર બિલ્ડિંગોનો વપરાશ શરૂ થઈ રહ્યો છે . આગામી સમયમાં બી.યુ.પરમિશન ન મેળવનાર સામે સરકારની સૂચના મુજબ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચો : મહંત નરેન્દ્ર ગિરીને પોસ્ટમોર્ટમ બાદ આજે સમાધિ આપવામાં આવશે