અરવલ્લીઃ જિલ્લાના મેઘરજના ઇસરી ગામે, શોર્ટ-સર્કિટથી આગ લાગતા ખેડૂત પરિવારનું મકાન અને ઘરવખરી તેમજ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.
આગની ઘટનાને પગલે બાજુમાં રહેલા મકાનની છત પણ આગની લપેટમાં લપેટાઈ હતી. લોકો ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.

આગે ભાયનક સ્વરૂપ પકડતા ઘરવખરી અને પશુઓ માટેનો ઘાસચારો બળીના ખાખ થઇ ગયો હતો. આગની ઘટનાના પગલે અશોકભાઇ ખેતરમાંથી દોડી આવ્યા હતા. જો કે, ત્યાં સુધી બધુજ બળીને ખાખ થઇ ગયુ હતુ.
આજુબાજુથી લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી જેના કારણે અન્ય મકાનો લપેટમાં આવતા બચ્યા હતા. લોકડાઉનના કારણે ખેડૂતોની હાલત પહેલેથી જ ખરાબ છે, ત્યારે આ ઘટના ખેડૂત પરિવાર માટે પડ્યા પર પાટું સમાન છે.