- કમોસમી વરસાદને લઈને ડુંગળીના ભાવમાં ઉછાળો
- રીટેલમાં રૂપિયા 50 થી 60 જ્યારે હોલસેલ ભાવ રૂપિયા 25 થી 35 ચાલી રહ્યા છે
- નવો પાક જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ભાવમાં ઉછાળો જોવા મળશે
અરવલ્લી:આગામી દિવસોમાં જ્યાં સુધી નવો પાક બજારમાં નહીં આવે ત્યાં સુધી ડુંગળીના ભાવ (price of onion) નીચે આવવાની કોઇ શકયતા નથી તેવું વેપારીઓનું માનવું છે.
આ પણ વાંચો: ડુંગળીની મબલખ આવક શરૂ : યાર્ડ બે દિવસ બંધ બાદ પુનઃ ખોલતા એક કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી
ગરીબોની કસ્તુરી લોકોની આંખોમાં પાણી લાવી દેશે
ગરીબોની કસ્તુરી લોકોની આંખોમાં પાણી લાવી દેશે તેવું લાગી રહ્યું છે. એક માસ અગાઉ ડુંગળીના હોલસેલ ભાવ રૃપિયા 7થી 10 હતા જે હવે ઉછળીને રૂપિયા 25થી 35 થઈ ગયા છે. જ્યારે રિટેલમાં ડુંગળી રૂપિયા 45થી 50માં વેચાઈ રહી છે.
આ પણ વાંચો: ડુંગળીની નિકાસને કારણે ખેડૂતોને શુ ફાયદો અને શું નુકશાન?
નજીકના ભવિષ્યમાં ભાવ ઉતરવાના કોઇ અણસાર નથી
વેપારીઓનું માનવું છે કે પાછોતરા વરસાદના પગલે પાક બગડી ગયો હોવાને લઇ ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે અને નજીકના ભવિષ્યમાં ભાવ ઉતરવાના કોઇ અણસાર જોવાતા નથી. એક તરફ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે હવે ડુંગળીના ભાવમાં એકાએક વધારો થતાં ગૃહણીઓનું બજેટ ચોક્કસથી ખોરવાયું છે. દિવાળી નજીક છે ત્યારે સરકાર ભાવ ઘટાડવા કોઈ કાર્યવાહી કરે તેવી લોક માંગ છે.