- બેંક કર્મચારીઓ અને ગ્રાહકો ચોરને પકડવા દોડયા હતા
- ચોર અન્ય 2 સાગરિતો સાથે હવામાં ઓગળી ગયો
- સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
અરવલ્લી: જિલ્લાના ભિલોડાના મુખ્યબજારમાં આવેલી ધી.સાબરકાંઠા મધ્યસ્થ સહકારી લી. બેન્કની બ્રાન્ચમાં મહિલાના પાકીટમાંથી કોઇ સગીર ગઠીયો રૂપિયા સેરવી લેતા દોડધામ મચી હતી. વિજયનગર કણાદરમાં રહેતા અનિતાબેન દેવજીભાઈ મોરી નામના શિક્ષિકા નાણાં ઉપાડવા બેંકમાં આવ્યા હતા. તેમણે તેમના ખાતામાંથી 40 હજાર રૂપિયા ઉપાડી પર્સમાં મુક્યા હતા અને નવી ચેકબુક માટે જૂની ચેકબુકની સ્લીપ આપી રહ્યા હતા. આ દરમ્યાન તેમની પાછળ ઉભેલા એક સગીરે શિક્ષિકાના પર્સમાંથી 40 હજાર રૂપિયા સરકાવી લીધા હતા. શિક્ષિકાને જ્યારે ભાન થયુ ત્યારે તેમણે બુમાબુમ કરતા બેંક કર્મચારીઓ અને ગ્રાહકો ચોરી કરનાર સગીરને પકડવા દોડયા હતા. જો કે, તે પહેલા તેની સાથે રહેલા બે સગીર સાથે બાઈક પર બેસી હવામાં ઓગળી જતા મહિલા સહીત બેંકના કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો: સાબરકાંઠાના ઇડરના પોશિના ગામની બેન્કમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ચોર CCTV માં કેદ
પોલીસે CCTV કેમેરાના ફૂટેજ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી
ધોળે દહાડે બેંકમાંથી ત્રણ સગીરોએ ચોરીને અન્જામ આપતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે શિક્ષિકાએ ભિલોડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શિક્ષિકાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બેંકમાં રહેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ પણ વાંચો : સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકમાં 6 લાખની ચોરી, ઘટના CCTVમાં કેદ