- મોડાસામાં ખેડૂત આંદોલનમાં મૃત્યું પામેલા ખેડૂતો માટે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો
- વિધાનસભાના દંડક શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
- દિલ્હીમાં ખેડૂત આંદલોન થઇ રહ્યુ છે તેજ
અરવલ્લીઃ જિલ્લના મોડાસામાં મંગળવારના રોજ અરવલ્લી કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનમાં મૃત્યું પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિધાનસભાના દંડક અને વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ કાયદાઓ કેટલાક ઉધોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે બનાવ્યા છે: અશ્વિન કોટવાલ
દિલ્હી ખાતે ખેડૂત આંદોલનમાં ભાગ લઇ રહેલા કેટલાક ખેડૂતો મૃત્યું પામ્યા છે, ત્યારે આ મુદ્દાને લઇ હવે રાજકીય પક્ષો આંદોલનનો વ્યાપ વધારી, સરકાર પર દબાણ લાવવના પ્રયાસો કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં મંગળવારના રોજ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા મૃત્યું પામેલ ખેડૂતોને શ્રદ્વાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજયનગરના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓ કેટલાક ઉધોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે બનાવ્યા છે.
સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવી જોઇએ
આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે તેમણે જણાવ્યુ હતું કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારે ચૂંટણીઓ મોકૂફ રાખવી જોઇએ. તેમણે ચીમનભાઇ પટેલની સરકાર વખતેના દુષ્કાળના સમયે ચૂંટણીઓ પાછી ઠેલવી અને ચૂંટાયેલા સભ્યોની ટર્મ બે વર્ષ સુધી લંબાવી હતી તેનું ઉદાહરણ આપ્યુ હતું.
સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીઓમાં કૃષિ કાયદાઓ પ્રચારનો મુખ્ય મુદ્દો બનશે ?
દિલ્હીમાં ખેડૂત આંદલોન તેજ થઇ રહ્યુ છે, ત્યારે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીઓમાં કૃષિ કાયદાઓ પ્રચારના મુખ્ય મુદ્દાઓ બનશે તેવું લાગી રહ્યુ છે. એક તરફ ભાજપ કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે. તે સાબિત કરવા મથી રહ્યુ છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ કાયદાઓને ખેડૂત વિરોધી ગણાવી રહ્યુ છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા શ્રદ્વાંજલી કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેંદ્રસિંહ પુવાર, ધારાસભ્ય રાજેંદ્રસિંહ ઠાકોર, પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ અને ઉપસ્થિત રહ્યા હતા.