મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેચાણમાં દૂધ મંડળીના ચેરમેને પણ હાથ અજવામ્યો છે. અરવલ્લી જિલ્લાની સાઠંબા પોલીસે બાયડ તાલુકના ચાંપલાવત ગામના દૂધ મંડળીના ચેરમેનને વિદેશી દારૂની ખેપ મારતો દબોચી લેતા લોકોમાં આશ્વર્ય ફેલાયું હતું.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચાંપલાવત ગામાના દૂધ મંડળીના ચેરમેન જિતેન્દ્રસિંહ ઉર્ફે મુકેશ રમણસિંહ સોલંકી દારૂની હેરાફેરી કરી રહ્યા છે તેવી બાતમી સાઠંબા પોલીસને મળી હતી. આથી વજાવત ગામની સીમમાં પોલીસે પ્રોહિબિશન વોચ ગોઠવી હતી. આ દરમિયાન આસપુર ગામ તરફથી આવતી સ્વિફ્ટ ડિઝાયર કારને કોર્ડન કરી અટકાવી તલાસી લેતા કારમાંથી રૂપિયા 16,800ની કિંમતના વિદેશી દારૂની બોટલ અને ટિન મળી કુલ નંગ-120નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ દૂધ મંડળીના ચેરમેન જિતેન્દ્રસિંહ ઉર્ફે મુકેશ રમણસિંહ સોલંકીને પણ ઝડપી પડાયો હતો. પોલીસે કાર સાથે કુલ રૂ. 3,16,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.