અરવલ્લી: જિલ્લના મોડાસામાં બે, માલપુરમાં એક, ટીંટોઇમાં એક પોઝિટિવ કેસ સામે આવતા, ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે કોવિડ-19 નોંધાયેલ પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે . આ વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેમાં ભીલોડા, મેઘરજ, માલપુર, ટીંટોઇ તેમજ અર્બન-મોડાસા અને બાયડ વિસ્તારમાં 10,077 ઘરોના 45,512 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો.
તેમાં 60 વર્ષથી ઉપરના 4,694 વ્યક્તિઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.તે પૈકી 907 વ્યક્તિઓને રિવર્સ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સર્વે દરમ્યાન 8 શંકાસ્પદ દર્દી નોધાય, તે પૈકી 6 વ્યક્તિઓને રીફર કરવામાં આવ્યા છે.
6,749 લોકોમાં ઇમ્યુનિટી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 1 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 18 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ અરવલ્લી જિલ્લાના 3 પોઝિટિવ કેસ હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં, અમદાવાદની હોસ્પિટલમાં 3 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં 1 દર્દી સારવાર હેઠળ છે. કુલ 26 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.