અરવલ્લી: ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઑફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગર IITE , દ્વારા મોડાસામાં શિક્ષક તાલીમાર્થીઓ માટે એકીકૃત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું . જેમાં UG, PG અને સંશોધન કાર્યક્રમો માટે ગુજરાતભરમાંથી 11, 000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
અરવલ્લી જિલ્લાની મોડાસા,સર્વોદય સ્કૂલ અને સરસ્વતી હાઇસ્કૂલમાં પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના 358 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા.
પરીક્ષા દરમિયાન સોશીયલ ડીસ્ટન્સ જાળવવા માટે દરેક વર્ગખંડમાં ફક્ત 12 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી . તમામ વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે પગલા લેવામાં આવ્યા હતા .
વિદ્યાર્થીઓને સલામતી-કીટ આપવામાં હતી. જેમાં ફેસ-માસ્ક, ફેસ-શિલ્ડ અને હેન્ડ સેનિટાઈઝર આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને થર્મલ સ્ક્રિનિંગમાંથી પસાર થયા બાદ અને સેનિટાઈઝર લગાવ્યા પછી જ વર્ગખંડમાં બેસવા મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં આ પરીક્ષા રાજ્યમાં 33 કેંદ્રો પર લેવામાં આવતી હતી જે આ વખતે વધારીને 135 કરવામાં આવ્યા છે.