શામળાજી :આ અંગે વિગત આપતા ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી વૈષ્ણવે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 200ને પાર પંહોચી ગઇ છે. ત્યારે અન્ય જિલ્લાઓમાંથી આવતા અને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી આવતા પ્રવાસીઓના આરોગ્યની ચકાસણી કરવી ખૂબ જરૂરી બની ગઇ છે. જેને ધ્યાનમાં રાખીને અરવલ્લી અને રાજસ્થાનને જોડતી રતનપુર સરહદ પર આરોગ્યની ટીમ હમેશા કાર્યરત રહે છે.


જેમાં જૂન માસના 25 દિવસ દરમિયાન રતનપુર બોર્ડર પર રાજસ્થાન અને અન્ય પ્રાંતના તેમજ ગુજરાત રાજયના આસપાસના જિલ્લાઓમાંથી 6573 ટ્રાન્સપોર્ટના માલવાહક તેમજ ખાનગી વાહનોના વાહનચાલકોએ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જેમાં 17078 પ્રવાસીઓના આરોગ્યની તપાસ હેલ્થની 10 ટીમો દ્વારા કરવામાં આવી હતી.