અરવલ્લી: જિલ્લાના આરોગ્ય અધિકારી અમરનાથ વર્માના જણાવ્યા અનુસાર, કોરોનાના સંક્રમણની અસર શરૂ થઇ ત્યારથી જિલ્લામાં વૃદ્ધ લોકોની આરોગ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. કોરોના રોગની જાણકારી આપવાની સાથે કોરોનો વ્યાપ વધુ હોય તેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા સર્વે હાથ ધરાયો છે.
અરવલ્લીના 70 હજારથી વધુ વૃદ્ધોની સંભાળ લઇ ઘરે બેઠા સેવાઓ પુરૂ પાડતું આરોગ્ય તંત્ર - Arvlii health department
અરવલ્લી જિલ્લામાં 370થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે આ સમયે કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ વૃદ્ધ, સર્ગભાઓ અને નાના બાળકો પર હોય છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિનિયર સિટીઝનના આરોગ્યની ખાસ દરકાર રાખવામાં આવી રહી છે.
અરવલ્લીના 70 હજારથી વધુ વૃદ્ધોની સંભાળ લઇ ઘરે બેઠા સેવાઓ પુરૂ પાડતું આરોગ્ય તંત્ર