ETV Bharat / state

મેઘરજ તાલુકાના છેવાડા ગામડામાં પુસ્તકાલયથી યુવાનોમાં ખુશી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાયવાડા ગામમાં યુવાનો માટે લાઇબ્રેરી બનાવવામાં આવી છે. પંચાયતના જૂના મકાનનો ઉપયોગ કરી તેમાં પુસ્તાલય બનાવામાં આવ્યુ છે. યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષા માટે બહાર જવું ન પડે તે હેતુથી ગામમાં જ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે એક દાતા દ્વારા અરવલ્લી જિલ્લામાં ત્રીજી લાયબ્રેરી શરૂ કરીને યુવાઓ માટે એક નવી રાહ ચિંધી છે.

author img

By

Published : Dec 28, 2020, 8:12 PM IST

મેઘરજ તાલુકાના છેવાડા ગામડામાં પુસ્તકાલયથી યુવાનોમાં ખુશી
મેઘરજ તાલુકાના છેવાડા ગામડામાં પુસ્તકાલયથી યુવાનોમાં ખુશી
  • મેઘરજ તાલુકાના રાયવાડા ગામમાં યુવાનો માટે લાઈબ્રેરી બનાવવામાં આવી
  • દાતાએ બે અન્ય ગામડાઓમાં પણ પુસ્તકાલય શરૂ કરવા ફાળો આપ્યો
  • યુવાનો માટે એક નવી રાહ ચિંધી છે.

અરવલ્લીઃ જિલ્લાના મેઘરજ તાલુકાના રાયવાડા ગામના યુવાનો માટે લાઇબ્રેરી બનાવવામાં આવી છે, યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષાઓ અંગે છેવાડાના ગામડાના યુવાનોમાં જાગૃતતા આવી છે, પરંતુ સંસાધનોના અભાવના કારણે યુવાનોને તૈયારી કરવા મોટા શહેરોમાં જવુ પડે છે. જો કે મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારમાં આવા યુવાઓની ચિંતા કરીને એક પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યુ છે, જેથી યુવાઓને સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે મોડાસા, અમદાવાદ કે ગાંધીનજર સુધી ન જવું પડે.

દાતાઓ દ્વારા 500 પુસ્તકો હાલ ભેટ આપવામાં આવ્યા

સમાજ સેવક ગુલાબસિંહ ખાંટ તેમજ શંકરભાઈ ખાંટ દ્વારા મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારના રાયાવાડા ગામે પંચાયતના જૂના મકાનનો સદઉપયોગ કરીને લાયબ્રેરી તૈયાર કરી છે. જેનું ઉદ્ધાટન દાતાઓ તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા 500 પુસ્તકો હાલ ભેટ આપવામાં આવ્યા છે, જેમ-જેમ યુવાઓની માંગ હશે તેમ આગળ પણ આપવાની તૈયારી દર્શાવી છે. દાતા ગુલાબસિંહ ખાંટ દ્વારા આ પૂર્વે માલપુર તાલુકાના ફાંસારેલ તેમજ ભેમપોડા ગામે લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે.

દર પાંચ ગામડાએ એક ગૃપ લાયબ્રેરી શરૂ કરવાની નેમ

સમાજના યુવાઓ સારો અભ્યાસ કરી સરકારી નોકરીમાં જોડાય તે માટે દાતાઓ તેઓને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે, અને આગામી દિવસોમાં દર પાંચ ગામડાએ એક ગૃપ લાયબ્રેરી શરૂ કરવાની પણ વાત કરવામાં આવી છે, આ પ્રસંગે માલપુર બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દાતાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા લાયબ્રેરીના ખાસ અભિયાનને પણ આવકાર્યું હતું.

ગામડાઓમાં લાયબ્રેરીનું સ્થાપન કરી દાતાઓએ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું

સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે પુસ્તકનું વાંચન ખૂબ જ જરૂરી છે, ત્યારે ડિજિટલ યુગમાં પણ લાઇબ્રેરીનું જ્ઞાન ના સ્ત્રોત તરીકે મહત્વ અકબંધ છે. યુવામાં વાંચનની પ્રવૃતી થાય તે માટે ગામડાઓમાં લાયબ્રેરીનું સ્થાપન કરી દાતાઓએ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.