ETV Bharat / state

ભિલોડા ગ્રામ્ય વિસ્તારમાં જૂથ અથડામણ, પોલીસ પર પથ્થરમારો

અરવલ્લી જિલ્લાના ભિલોડાના ગોઢઅઢેરા ગામે આદિવાસી સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જે બાદ આ મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો.

bhiloda
ભિલોડા
author img

By

Published : Feb 2, 2020, 8:54 PM IST

ભિલોડા: આ મામલામાં શામળાજી પોલીસની જીપ અને કર્મચારી પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો. ટોળાએ પોલીસકર્મીઓને બિભસ્ત ગાળો આપી જાન મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ પર હુમલો થતા જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચીને અસામાજિક તત્ત્વોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. શામળાજી પોલીસે 6 શખ્સ, 2 મહિલાઓ અને ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

શામળાજી નજીક આવેલા ગોઢઅઢેરા ગામે અર્જુન શીવા ક્લાસવાના ખેતરમાં ગામના અન્ય શખ્સે ખેતરમાં ટ્રેકટર હંકારતા અર્જુને ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થઇ હતી. જે બાદ 50 થી વધુ લોકોએ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી અર્જુન ક્લાસવાના ઘરે પહોંચી પથ્થર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં વાહનોમાં તોડફોડ કરતા જૂથ અથડામણની સ્થિતિ પેદા થતા અર્જુને ક્લાસવાએ પોલીસને ફોન કર્યો હતો. જેથી શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, ઉશ્કેરાયેલા ટોળાએ શામળાજી પોલીસ જીપ પર પથ્થરો વડે હુમલો કર્યો હતો. ટોળાએ પથ્થરના છુટા ઘા કરતા મહેશ ઉદા નામના પોલીસ કર્મચારીને જમણા ગાલ પર ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

શામળાજી પોલીસે 50થી 60 માણસોના ટોળા સામે IPC કલમની નોંધી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:ભિલોડાના ગોઢઅઢેરા ગામે જૂથ અથડામણમાં શામળાજી પોલીસે પર પથ્થર વડે હુમલો કરાયો

શામળાજી – અરવલ્લી
ભિલોડા તાલુકાના ગોઢઅઢેરા ગામે આદિવાસી સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે શામળાજી પોલીસની જીપ અને કર્મચારી પર ટોળાએ પથ્થરમારો થતાં એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો.ઉશકેરાયેલા ટોળાએ પોલીસકર્મીઓને બિભસ્ત ગાળો બોલી જાનથી કરી નાખવાની ધમકી પણ આપી હતી . પોલીસ પર હુમલો થતા જિલ્લાની પોલીસ ગોઢઅઢેરા ગામે ખડકી દઈ અસામાજિક તત્ત્વોને ઝડપી પાડવા કોમ્બિંગ હાથધર્યું હતું . શામળાજી પોલીસે ૬ શખ્શો, ૨ મહિલાઓ અને ટોળા સામે રાયોટિંગનો ગુન્હો નોંધ્યો હતો.
Body: શામળાજી નજીક આવેલા ગોઢઅઢેરા ગામે અર્જુનભાઈ શીવાભાઈ ક્લાસવાના ખેતરમાં ગામના અન્ય શખ્શે ખેતરમાં ટ્રેકટર હંકારતા અર્જુનભાઈએ ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ૫૦ થી વધુ લોકોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી અર્જુનભાઈ ક્લાસવાના ઘરે પહોંચી પથ્થર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. વાહનોમાં તોડફોડ કરતા જૂથ અથડામણની સ્થિતિ પેદા થતા અર્જુનભાઈ ક્લાસવાએ ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો.જેથી શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ઉશ્કેરાયેલા ટોળાએ શામળાજી પોલીસજીપ પર પથ્થરો વડે હુમલો કર્યો હતો ટોળાએ પથ્થરના છુટા ઘા કરતા મહેશભાઈ ઉદાભાઈ નામના પોલીસ કર્મચારીને જમણા ગાલ પર ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

Conclusion:શામળાજી પોલીસે ૫૦ થી ૬૦ માણસોના ટોળા સામે ઇપીકો કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૩૨,૧૮૬,૩૩૭,૩૨૪ અને જીપી એક્ટ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.